ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે,
પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે.
આંગળી કોની અડે એના ઉપર આધાર છે,
સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે.
બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા,
આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે.
આપણે જન્મીને માતાની કૂખે, બાળક થયા,
કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે.
એ ખરું, આશા જ ‘ચાતક’ને જીવાડે રાતદિ,
પણ નિરાશામાંય જીવન તો જીવાતું હોય છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મત્લાથી મક્તા સુધીના દરેક શેર ખૂબ સરસ…વાહ..!
ડાળને છોડી જતાં બેહદ મૂંઝાતું હોય છે,
પાન, નક્કી પાનખરથી ભોળવાતું હોય છે
ખુબ જ સરસ પ્રતિક્રુતિ ..
આંગળી કોની અડે એના ઉપર આધાર છે,
સાવ નાજુક સ્પર્શથી દાઝી જવાતું હોય છે.
ક્યા બાત…. ક્યા બાત !! અતિ સુંદર રચના !
….કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે…..
સુંદર….. વાહ,વાહ ક્યા બાત હૈ !!!
કેટલા યત્નો પછી માણસ થવાતું હોય છે…..
ખૂબ હળવે સાચી જ વાત કહી દીધી.
સુંદર રચના !
બાંકડાની હૂંફ, પડછાયો, બગીચાની હવા,
આપણાથી ક્યાં બધું ઘરમાં લવાતું હોય છે….વાહ, ખુબ સુંદર અભિવ્યક્તિ… મજાની ગઝ્લ …
અબ્દુલભાઈ,
પાકિસ્તાનમાં રહીને પણ આપે ગુજરાતી ભાષા સાથેનો નાતો જાળવી રાખ્યો છે એ ખુબ આનંદની વાત છે. અને આપ નિયમિત રીતે મારી ગઝલો વાંચો છો અને આપને એ પસંદ આવે છે એ મારે માટે ખુબ આનંદની વાત છે. આપના પ્રતિભાવ બદલ આભાર.
એ ખરું આશા જ ચાતક ને જીવાડે રાત દી
પણ નિરાશામાય જીવન તો જીવાતું હોય છે.
બહુ સરસ રચના, અને રજૂઆત. પાકિસ્તાનમાં બેઠા બેઠા ગુજરાતની મઝા મેળવી રહ્યા છીયે.
Waaahhhh. ……..