Press "Enter" to skip to content

રહેવા દો


[Painting by Donald Zolan]

તણખા ઉપર રાખ વળી છે, રાખ વળેલી રહેવા દો,
આંખોથી સમજાવો સાજન, આજ હથેળી રહેવા દો.

સૂરજના તડકાથી સળગે આંખોમાં સપનાનાં વન,
કુંપળ જેવી કોમળ મારી સાંજ સજેલી રહેવા દો.

કીડિયારાની માફક શમણાં ઉમટે છે ત્યાં સ્થિર થવા,
શહેર તમે વિસ્તારો ચોગમ, ગામ-હવેલી રહેવા દો.

સમજણની દુનિયાથી બેશક બચપણને રળિયાત કરો,
બાળકની આંખોમાં કિન્તુ એક પહેલી રહેવા દો.

ઈચ્છાઓની વેલ વધીને ઘર-આંગણ પથરાઈ જશે,
થોડી જગ્યા મનના ખૂણે બંજર જેવી રહેવા દો.

મોત, પ્રતીક્ષા તારી કરતાં ‘ચાતક’ની આંખો થાકી,
આજ મિલનનો અવસર છે, તો આંખ મળેલી રહેવા દો.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

5 Comments

  1. Anila Patel
    Anila Patel December 21, 2013

    હુ સરસ ગઝલ દક્ષેશ ભાઈ.

  2. Anil Chavda
    Anil Chavda December 20, 2013

    અચ્છા હૈ… દક્ષેશભાઈ

  3. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' December 20, 2013

    આમ તો ગઝલના બધાં શે’ર ગમ્યા, પણ મત્લા વિશેષ પસ્ંદ આવ્યો..

  4. Rina
    Rina December 20, 2013

    Waaah…………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.