હૃદયનું દર્દ જલદી બ્હાર આવી જાય તો સારું,
ખુણેખુણા નયનનાં એ પલાળી જાય તો સારું.
ઉદાસીએ લગાવેલા છે ડેરા કૈંક વરસોથી,
કોઈ એના બધા તંબુ ઊઠાવી જાય તો સારું.
સતત ભારેલ અગ્નિના સમું વાતાવરણ મનમાં,
કોઈની યાદ માચીસ ના લગાવી જાય તો સારું.
અમરપટ્ટાની ઈચ્છાથી જીવી રહી કૈંક ઈચ્છાઓ,
મરણ કોઈ રીતે એને પટાવી જાય તો સારું.
જીવન, ‘ચાતક’ હવે લાગી રહ્યું અંતિમ ગઝલ જેવું,
રદિફ ને કાફિયા શ્વાસો નભાવી જાય તો સારું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Waaahhh. ……….
આખી ગઝલ સુંદર….!!
કમાલની રચના!!
કહના પડે, “વાહ વાહ ક્યા બાત હૈ!!!
ખુબ સુન્દર.
ચોથો અને પાંચમો શે’ર ખૂબ ગમ્યા.
દક્ષેશભાઈ, ગઝલના શબ્દોમાં કઇક ઉણપ વરતાય છે. શરુઆત સારી છે પણ વચ્ચેનો ભાગ થોડોક બંધબેસતો નથી.
પ્રકાશભાઈ,
પ્રતિભાવ બદલ આભાર. તમને ગઝલના શબ્દોમાં ઉણપ વરતાઈ એ બદલ ખેદ છે. પરંતુ એથી મને હજુ વધુ સારું લખવાની પ્રેરણા મળી છે. આશા રાખું કે આગામી રચનામાં તમને શિકાયત કરવાની તક ન મળે … આપના પ્રતિભાવ નિસ્સંકોચ જણાવતા રહેશો. ફરી એક વાર આભાર.
wow .. khoob j khoobsurat andaj.
વાહ દક્ષેશભઈ, ખુબ સુન્દર ગઝલ.
કમાલની રચના…
રદિફ ને કાફિયા શ્વાસો નભાવી જાય તો સારું.
દરેક કવિના હૃદયની વાત કહી.
સુંદર રચના !