Press "Enter" to skip to content

કવિતા સાથ છોડે છે

કલમ વેચાય છે ત્યારે કવિતા સાથ છોડે છે,
ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે.

હવાના કોઈ ખૂણામાં હશે નક્કી સુગંધીઓ,
જરા રોકાઈને એથી જ માણસ શ્વાસ છોડે છે.

તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો,
તમોને કોઈ દિવસ ક્યાં તમારું ગામ છોડે છે.

બધાએ મોત પાસે આખરે ચાલી જવાનું પણ,
સરળતાથી જીવન ક્યાં કોઈનોયે હાથ છોડે છે.

તમન્ના હોય મંઝિલ ચૂમવાની, ચાલવા માંડો,
સમંદર પામવા માટે સરિતા ઘાટ છોડે છે.

ભૂલાઈ જાય છે ‘ચાતક’ દિવંગત આદમી પળમાં,
વતન માટે મરી મિટનાર, પણ ઇતિહાસ છોડે છે.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

13 Comments

  1. કલમ વેચાય છે ત્યારે કવિતા સાથ છોડે છે,
    ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે.. વ્હા

  2. Pravin Shah
    Pravin Shah December 19, 2013

    ધરી સંવેદનાનું રૂપ આંસુ આંખ છોડે છે…..
    સુંદર ભાવવાહી રચના !
    અભિનંદન !

  3. Dr Bipinchandra Contractor
    Dr Bipinchandra Contractor December 4, 2013

    તમન્ના હોય મંઝિલ ચૂમવાની, ચાલવા માંડો,
    સમંદર પામવા માટે સરિતા ઘાટ છોડે છે.

    ભૂલાઈ જાય છે ‘ચાતક’ દિવંગત આદમી પળમાં,
    વતન માટે મરી મિટનાર, પણ ઇતિહાસ છોડે છે.

    ધન્ય છે દક્ષેશભાઈ,ખૂબ જ સુંદર ગઝલ!!! સત્યની ચોટદાર અભિવ્યક્તિ!

  4. Karasan Bhakta usa
    Karasan Bhakta usa November 30, 2013

    વધુ એક ખૂબ જ સુંદર રચના !!!

    ” બધાએ મોત પાસે અંતે ચાલી જવાનુ હોય છે,
    સરળતાથી જીવન ક્યાં કોઇનો પણ હાથ છોડે છે. “

  5. Kishore Modi
    Kishore Modi November 23, 2013

    તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો,
    તમોને કોઈ દિવસ કયાં તમારું ગામ છોડે છે.
    સુંદર ગઝલ

  6. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' November 22, 2013

    તમારું ગામ છોડીને તમે છોને શહેર આવો,
    તમોને કોઈ દિવસ ક્યાં તમારું ગામ છોડે છે…ક્યા બાત…!! સુંદર ગઝલ…!!

  7. Anila Patel
    Anila Patel November 21, 2013

    બહુજ સરસ રચના.

  8. Prakash Patel
    Prakash Patel November 21, 2013

    બહુ સરસ મજાની કવિતા પ્રસિદ્ધ કરી છે.

  9. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) November 21, 2013

    આહ ની વાહ વાહ થાય છે અહીં…સુંદર કવિતા બ્રો

  10. Hasmukh Shah
    Hasmukh Shah November 21, 2013

    અતિ ભાવવાહેી રચના

  11. Anil Chavda
    Anil Chavda November 20, 2013

    અચ્છા હૈ દક્ષેશભાઈ

  12. Abdul Ghaffar Kodvavi
    Abdul Ghaffar Kodvavi November 20, 2013

    આવી સરસ કવિતા પ્રસિદ્ધ કરવા બદલ આભાર. જેની પાસે કલમ અને કલમકાર છે તે દુનિયામાં પરિવર્તન લાવ્યા છે. આ વાતની ગવાહી ઇતિહાસ આપે છે. આપને એક નમ્ર વિનંતી, ભારત અને પાકિસ્તાનના સબંધો સારા કરવા માટે આપનો બ્લોગ અગત્યનો ભાગ ભજવી સકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.