પાણી જપો પણ પાણી મળે નહીં,
તરસના દેશમાં વાણી મળે નહીં.
તકદીરના કિસ્સા ઘડા જેવા હોય,
ભાગ્યરેખાઓ કાણી મળે નહીં.
આંસુને પૂછો તો તરત બોલશે,
લાગણી હંમેશા શાણી મળે નહીં.
પ્રેમના ઘરે કાયમની મોંકાણ,
ગોળ મળે પણ ધાણી મળે નહીં.
‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં,
રાજા ખરાં પણ રાણી મળે નહીં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરળ બાનીમાં વહી જતી માર્મિક ગઝલ
ખૂબ સુંદર ગઝલ્!
સૌને શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન!
સુધીર પટેલ.
‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં,
રાજા ખરાં પણ રાણી મળે નહીં.
સાચી વાત કહી. એકાદ શોધી આપજો.
મક્તા સહિત સુંદર ગઝલ !
સરસ કલ્પના અને ગઝલ.
‘ચાતક’ના હાથમાં બાવન પત્તાં,
રાજા ખરાં પણ રાણી મળે નહીં….સુંદર, જો કે પત્તાં બાવન નહીં ચાર ઓછાં હશે.
સુંદર ગઝલ..
પાણી જપો પણ પાણી મળે નહીં,
તરસના દેશમાં વાણી મળે નહીં
વાહ વાહ ખુબ મસ્ત મસ્ત !!
Waaaaaaahhhh. ….
પ્રેમના ઘરે કાયમની મોંકાણ,
ગોળ મળે પણ ધાણી મળે નહીં.
અતિ સુન્દર રચના.