સંવાદોને અધવચ્ચે પડતા મૂકીને આવ્યો છું,
ખામોશીના વણખેડ્યા ખેતર ખેડીને આવ્યો છું.
સંવેદનભીનાં હોઠો પર આવીને અટકી ગયેલા,
શબ્દોને એની મંઝિલ પર પહોંચાડીને આવ્યો છું.
સમજાવ્યે પણ ના સમજે એવા લોકોની ભીતરમાં,
નાનો, પણ સમજણનો દીવો પેટાવીને આવ્યો છું.
કોકરવરણી લાગણીઓને હૈયામાં દફનાવી દઈ,
શ્વાસોની ચાદર પર અત્તર ઓઢાડીને આવ્યો છું.
દાન, ધરમ, પૂજન, અર્ચન-એ સઘળાંથી સંતૃપ્ત હવે,
પયગંબરની ઝોળીઓને છલકાવીને આવ્યો છું.
‘ચાતક’ થઈને રાહ જુએ છે દોસ્ત, હવે એ પણ મારી,
બિચ્ચારા મૃત્યુને પાદર થોભાવીને આવ્યો છું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર મક્તા, મજાની ગઝલ… !!
શબ્દોને એની મંઝિલ પર પહોંચાડીને આવ્યો છું. વાહ !
સુંદર ગઝલ !
ખરેખર સુંદર ગઝલ…
કોકરવરણી લાગણીઓને હૈયામાં દફનાવી દઈ,
શ્વાસોની ચાદર પર અત્તર ઓઢાડીને આવ્યો છું.
વાહ સુંદર ગઝલ !
વાહ વાહ ….મઝાની ગઝલ….મસ્ત.
માનનીય શ્રી,
ગુજરાતીલેક્સિકોનના સ્થાપક શ્રી રતિકાકાની સ્મરણાંજલિ સભા અમદાવાદ ખાતે 21 ઑક્ટોબર 2013ના રોજ સાંજે પાંચ વાગ્યે ગુજરાત વિશ્વકોશ ભવનમાં રાખવામાં આવેલ છે.
સરનામું : ગુજરાત વિશ્વકોશ ભવન, રમેશપાર્ક સોસાયટી, વિશ્વકોશ માર્ગ,
ઉસ્માનપુરા, અમદાવાદ – 380 013. ફોન : 079 – 2755 1703
ઉપસ્થિત રહેવા આપને હૃદય પૂર્વકનું આમંત્રણ.
આભાર,
ગુજરાતીલેક્સિકોન ટીમ.
saras…)
matra 1 antro (sher) : dan dharam….. Ee
sarkhu chokkas kari ne sudhari leva vinanti..
સમજાવ્યે પણ ના સમજે એવા લોકોની ભીતરમાં,
નાનો, પણ સમજણનો દીવો પેટાવીને આવ્યો છું.
મક્તા પણ સુંદર થયો છે. અભિનંદન