રાત રડે છે અંધારામાં, ભયનું કૈં મારણ આપો,
સૂરજ જેવા સૂરજને પણ ઊગવાનું કારણ આપો.
કેમ હયાતીની શંકાથી ફફડે છે મંદિર-મસ્જિદ,
અફવાઓથી બચવું હો તો સુનિશ્ચિત તારણ આપો.
આખા જગમાં હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં,
હોય તમારી મરજી તો ભીની આંખોમાં રણ આપો.
મૃગજળનાં બે-ચાર ઘૂંટડા, મુઠ્ઠી છાંય ખજૂરીની,
જીવન નામે ઊંટને આગળ વધવાનું કારણ આપો.
‘કોઈ રીતે પણ ફુરસદ કાઢી અંતસમે મળવા આવીશ’,
જૂઠી તો જૂઠી, ‘ચાતક’ને બસ, હૈયાધારણ આપો.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ જ સરસ … સહેજ પણ પરિશ્રમ વગર જ કવિતા સમજાય ગઈ .. આવું તે કાંઈ બને? .. સાચે જ આ કવિતા હતી ને? .. અદભુત ……
મૃગજળનાં બે-ચાર ઘૂંટડા, મુઠ્ઠી છાંય ખજૂરીની,
જીવન નામે ઊંટને આગળ વધવાનું કારણ આપો.
‘કોઈ રીતે પણ ફુરસદ કાઢી અંતસમે મળવા આવીશ’,
જૂઠી તો જૂઠી, ‘ચાતક’ને બસ, હૈયાધારણ આપો.
મૃગજળનાં બે-ચાર ઘૂંટડા, મુઠ્ઠી છાંય ખજૂરીની,
જીવન નામે ઊંટને આગળ વધવાનું કારણ આપો.
ક્યા બાત હૈ… સુંદર….
હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં,……
સુંદર ગઝલ !
રાત જેની સાથે જોડાય તેવું વાતાવરણ સર્જવાની ક્ષમતા ધરાવે છે. ઇશ્વરની મરજી વગર તો કંઇ શક્ય જ નથી. બહુ સરસ રચના.
આખા જગમાં હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં,
હોય તમારી મરજી તો ભીની આંખોમાં રણ આપો……
વાહ વાહ ….આ તો ખુબ જ સરસ શેર…
વધુ એક સરસ ગઝલ. અભિનંદન.
અશોકભાઈ,
આપના પ્રતિભાવ બદલ આભાર.
છેલ્લા બંને શેરના સાની મિસરામાં પંદર ગા છે જ ..
જી-વન-ના-મે-ઊંટ-ને-આ-ગળ-વધ-વા-નું-કા-રણ-આ-પો.
જૂ-ઠી-તો-જૂ-ઠી-ચા-તક-ને-બસ-હૈ-યા-ધા-રણ-આ-પો.
તમે આ બાબતે પ્રકાશ પાડો તો સમજાય …
સુંદર ગઝલ…!! છેલ્લા બે શે’રના સાનિ મિસરામાઁ એક્કેક ગુરૂ ઓછા હોવાનું પ્રતિત થાય છે, ફેર તપાસ જરૂરી …
આખા જગમાં હરિયાળીની ઈચ્છા ક્યાં કીધી છે મેં,
હોય તમારી મરજી તો ભીની આંખોમાં રણ આપો…આ શે’ર અધિક ગમ્યો..
….wwaaaaah…….