લાગણીઓ સાવ બેમતલબ નથી,
આપ જેવી અન્યની સૂરત નથી.
વિસ્તરે એથી ક્ષિતિજો પ્રેમની,
આપણા સંબંધની સરહદ નથી.
આપણા સંવાદની ભાષા નયન,
શબ્દની જ્યાં કોઈપણ કિમત નથી.
પળમહીં વીતી જશે આખું જીવન,
શ્વાસ જેવી અન્ય કો’ કરવત નથી.
મોતથી નફરત કરું કેવી રીતે,
જિંદગી એવીય ખુબસુરત નથી.
રોજ વરસો આપ ‘ચાતક’ની ઉપર
એટલી દિલદાર તો કુદરત નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વિસ્તરે એથી ક્ષિતિજો પ્રેમની,
આપણા સંબંધની સરહદ નથી……………….
સબંધો બને છે ‘ને ટુટે છે,
જે ના ટુંટે તે મિત્રતા બને !
You have been on Chandrapukar…Not seen …Inviting you to revisit !
ખુબ સરસ લખો છો ……
આખેઆખી ગઝલ બહુ જ સધ્ધર છે દક્ષેશભાઇ…. ખૂબ-ખૂબ અભિનંદન.
ઉમળકાભેર પ્રતિભાવ આપી ગઝલને વધાવનાર સૌ વાચકો અને કવિમિત્રોનો આભાર …આપ સહુને ગઝલ ગમી તેનો આનંદ છે. આશા છે, આવી જ રીતે આપનો પ્રેમ મળતો રહે.
સરહદો ઠેકીનેય આગળ નીકળી જાય એને જ તો સાચો સંબન્ધ કહેવાય — બહુ જ સરસ.
બહુ સુંદર!
લાગણીઓ સાવ બેમતલબ નથી,
આપ જેવી અન્યની સૂરત નથી.
મત્લાએ મારી નાંખ્યા… બેખુદી બેસબબ તો નહીં..અને મનમાં ગુંજન થવા લાગ્યું..
જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.
આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!
હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.
હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે,
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.
દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !
દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !
દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.
ઈંટ-પથ્થર લાલ, મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !
ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !
ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.
કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?
કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !
વાહ ! વાહ ! શું સુંદર રચના પેશ કરી છે.
મોતથી નફરત કરુ કેવી રીતે,
જીંદગી એટલી ખુબસુરત નથી…. (સાવ હતાશીનો, શેર ગમ્યો!! વિચાર નહીં !!!)
આપણા સંવાદની ભાષા નયન,
શબ્દની જ્યાં કોઇ કિંમત નથી.
આપણા સંવાદની ભાષા નયન,
શબ્દની જ્યાં કોઈપણ કિમત નથી.
ક્યા બાત હૈ… આ શેર વિશેષ ગમ્યો…
ખરેખર સંબંધની કોઈ સરહદ નથી. બહુ જ સાચી વાત.
ખુબ સરસ ગઝલ …..!!
રોજ વરસો આપ ‘ચાતક’ની ઉપર
એટલી દિલદાર તો કુદરત નથી … સુન્દર.
સંબંધની સરહદ નથી…
Very nice one.. touchy.
આપણા સંવાદની ભાષા નયન,
શબ્દની જ્યાં કોઈપણ કિમત નથી…સુંદર શે’ર.. મજાની ગઝલ…!!