Press "Enter" to skip to content

પાડોશમાં રહેતું નથી


[On board Sapphire Princess, Alaska(2009)]

પ્રિય મિત્રો, આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ બંનેનો જન્મદિવસ છે. આપના પ્રેમ અને લાગણી થકી આ વેબસાઈટ આજે પાંચ વરસ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર પણ ન હતી કે એ આવી અને આટલી મજલ કાપશે અને આવો સુંદર પ્રતિસાદ મેળવશે. આપના ઉમળકા અને સ્નેહ માટે શબ્દો ઓછા પડે છે. આશા છે, આપનો સહકાર હંમેશા મળતો રહે.
*
કોઈ સપનાંઓને જઈને કેમ એ કહેતું નથી,
વાસ્તવિકતાથી વધારે અહીં કશું હોતું નથી.

આંખમાંથી નીકળી એ ચાલશે અધરો તરફ,
સુખ હો કે દુઃખ, આંસુ ખાસિયત ખોતું નથી.

ઝીની ને બીની ચદરિયા લોક ઓઢે છે કબીર,
વસ્ત્ર માની ડાઘ એના કોઈ તો ધોતું નથી.

ડાળથી છૂટાં પડેલાં પાંદડાને પૂછજો,
વૃક્ષ જેવું વૃક્ષ એને વ્હાલથી જોતું નથી.

લાગણી દુભાય ત્યારે થાય હૈયામાં જલન,
આગ છે એ દોસ્ત, પાણી આંખથી વહેતું નથી.

કોઈને આપી શકો તો આપજો થોડી ખુશી,
અન્યથા મૃત્યુ પછી પળવાર કો’ રોતું નથી.

કરગરો કે બૂમ પાડો, એ નહીં આવે તરત,
મોત ‘ચાતક’ કોઈની પાડોશમાં રહેતું નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

  1. Anil Chavda
    Anil Chavda July 10, 2013

    મિતિક્ષાબેન અને મિતિક્ષા.કોમ બન્નેને ખુબ ખુબ ગુજરાતી સાહિત્યનું નવું સરનામાપૂર્વક શુભેચ્છા… આભિનઁદન….

  2. Kanchankumari Parmar
    Kanchankumari Parmar July 16, 2013

    ચાહવુ સદા સર્વ ને તે જ ધર્મ મારો……..ન ચાહે કોઇ મને નથી દોષ મારો!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.