Press "Enter" to skip to content

પાડોશમાં રહેતું નથી


[On board Sapphire Princess, Alaska(2009)]

પ્રિય મિત્રો, આજે મીતિક્ષાબેન અને મીતિક્ષા.કોમ બંનેનો જન્મદિવસ છે. આપના પ્રેમ અને લાગણી થકી આ વેબસાઈટ આજે પાંચ વરસ પૂરા કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશે છે. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર પણ ન હતી કે એ આવી અને આટલી મજલ કાપશે અને આવો સુંદર પ્રતિસાદ મેળવશે. આપના ઉમળકા અને સ્નેહ માટે શબ્દો ઓછા પડે છે. આશા છે, આપનો સહકાર હંમેશા મળતો રહે.
*
કોઈ સપનાંઓને જઈને કેમ એ કહેતું નથી,
વાસ્તવિકતાથી વધારે અહીં કશું હોતું નથી.

આંખમાંથી નીકળી એ ચાલશે અધરો તરફ,
સુખ હો કે દુઃખ, આંસુ ખાસિયત ખોતું નથી.

ઝીની ને બીની ચદરિયા લોક ઓઢે છે કબીર,
વસ્ત્ર માની ડાઘ એના કોઈ તો ધોતું નથી.

ડાળથી છૂટાં પડેલાં પાંદડાને પૂછજો,
વૃક્ષ જેવું વૃક્ષ એને વ્હાલથી જોતું નથી.

લાગણી દુભાય ત્યારે થાય હૈયામાં જલન,
આગ છે એ દોસ્ત, પાણી આંખથી વહેતું નથી.

કોઈને આપી શકો તો આપજો થોડી ખુશી,
અન્યથા મૃત્યુ પછી પળવાર કો’ રોતું નથી.

કરગરો કે બૂમ પાડો, એ નહીં આવે તરત,
મોત ‘ચાતક’ કોઈની પાડોશમાં રહેતું નથી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

17 Comments

 1. Harsha
  Harsha July 1, 2013

  ઘણું સરસ
  ઝીની ને બીની ચદરિયા કોઈ ઓઢ્તું નથી કબીર…….વાહ સરસ વિચાર છે.
  અને જન્મદિવસ મુબારક હો !

 2. Govind Maru
  Govind Maru July 1, 2013

  મીતીક્ષાબહેન અને મીતીક્ષા.કોમ બંનેને જન્મદીવસની ખુબ ખુબ શુભકામનાઓ…

 3. Shashikant Pandya
  Shashikant Pandya July 1, 2013

  મિતીક્ષાબેન જન્મદિવસ મુબારક.
  MANY MANY HAPPY RETURNS OF THE DAY.
  S I PANDYA – 9904127919

 4. pragnaju
  pragnaju July 1, 2013

  મિતીક્ષાબેન અને મિતીક્ષા.કોમ
  જન્મ દિનની અનેકાનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓ
  તમારી આ વાત
  કોઈને આપી શકો તો આપજો થોડી ખુશી,
  અન્યથા મૃત્યુ પછી પળવાર કો’ રોતું નથી.
  મુદ્રાલેખ જેવી છે આજ અરસામા અમારા નીરવરવે નો જન્મ થાત પણ અમારા ગુરુ સોનલ વૈદ્ય પાસે શીખતા સમય લાગ્યો અને ૨૮મી જુલાઇ ૨૦૦૮
  જન્મ થયો.અમારા સ્નેહીઓ/મિત્રો પણ ધારતા કે આ ધખારો એકાદ વર્ષ ચાલશે
  પણ એક પણ દિન ખાંડા વગર હજુ જીવે છે અને મારા ૭૫મા પ્રવેશ સુધીનૉ પોસ્ટ મૂકાઇ ગઇ છે
  તમારી વાત સાચી છે
  કરગરો કે બૂમ પાડો, એ નહીં આવે તરત,
  મોત ‘ચાતક’ કોઈની પાડોશમાં રહેતું નથી.

 5. Anila Patel
  Anila Patel July 1, 2013

  સરસ કવિતા સાથે સરસ સમાચાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર આપનો.
  મિતીક્ષાબેન અને મિતીક્ષા.કોમને ખૂબ ખૂબ અભિનન્દન અને બન્ને ઉત્તરોત્તર પ્રગતિના પંથે જ પ્રયાણ કરે અને આપણ સૌ સાથમાં રહીએ ભલે કોઇ પાડોશમાં ના રહે.

 6. Urvashi Parekh
  Urvashi Parekh July 1, 2013

  ખુબ ખુબ અભિનન્દન.

 7. Ashok Jani 'Anand'
  Ashok Jani 'Anand' July 1, 2013

  ડાળથી છૂટાં પડેલાં પાંદડાને પૂછજો,
  વૃક્ષ જેવું વૃક્ષ એને વ્હાલથી જોતું નથી…થોડું દુઃખદાયી કલ્પન … આખી ગઝલ ગમી…

  મિતીક્ષા બેન અને મિતીક્ષા.કોમ બન્નેને અંતરની શુભકામનાઓ…!!

 8. Pravin Shah
  Pravin Shah July 1, 2013

  મિતીક્ષાબેન અને મિતીક્ષા.કોમ….
  જન્મદિનની અનેક શુભેચ્છાઓ !
  Keep it up !

 9. જન્મદિનની અનેક શુભેચ્છા મીતિક્ષાબેનને. તમારી વેબ સાઇટ પર પેહલી વાર આવ્યો છું અને અહીં ઘણું બધું સાહિત્ય છે જે વાંચવા જેવું છે. સમયાંતરે અહીં આવતો રહીશ.

 10. Kishore Modi
  Kishore Modi July 2, 2013

  જન્મદિનના ખૂબ ખૂબ અભિનંદન મિતિક્ષાબેનને. કંઇક જૂના રદીફ-કાફિયામાં કહેવાયેલી પણ અદ્ભૂત તાજગીસભર ગઝલ બદલ મારા દિલી અભિનંદન.

 11. Karasan Bhakta
  Karasan Bhakta July 2, 2013

  જ્ન્મદિનની આપ બન્નેને હાર્દીક શુભેચ્છાઓ સહિત અભીનંદન!
  કબીર સાહેબને પણ સાથે આવરી લેતી રચના ઓર ભી સુંદર લાગી!!
  ઝીની ને બીની ચદરીયા કોઇ ઓઢતુ નથી કબીર,
  વસ્ત્ર માની ડાઘ એના કોઇ ધોતુ નથી.

  કોઇને આપી શકો તો આપજો થોડી ખુશી,
  અન્યથા મ્રુત્યુ પછી પળવાર કો’ રોતું નથી.

 12. Dr. Rajesh mahant
  Dr. Rajesh mahant July 3, 2013

  ખુબ જ ચોટદાર રદ્દિફ અને કાફિયાઓ…

 13. Manasvi Patel
  Manasvi Patel July 3, 2013

  Janmdin shubhkamna mitixaben and mitixa.com ne..
  khubsurat rachna..

 14. Mitixa
  Mitixa July 4, 2013

  જન્મદિનની શુભેચ્છા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર…

 15. Pancham Shukla
  Pancham Shukla July 6, 2013

  સરસ ગઝલ. જન્મદિનની સુકામનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.