સાહસ નદીનું હોય તો રણને તરી શકાય,
બે-ચાર ઘૂંટ રેતના જળથી ભરી શકાય.
સૂરજ થવાનું એટલું સહેલું નથી અહીં,
જાતે બળો પછી જહાઁ રોશન કરી શકાય.
ઈચ્છાની પાનખર ઘરે લાવી શકાય ના,
તૃષ્ણાથી પાંદડાં થઈ જેમાં ખરી શકાય.
જીવન છૂટેલ તીરની માફક અનાથ છે,
એનાંય હાથમાં નથી, પાછાં ફરી શકાય.
પાંપણના ખુલવા લગી જીવવાનો શ્રાપ છે,
સપનાંથી આપઘાતમાં થોડું મરી શકાય ?
‘ચાતક’, મરણની ઝંખના કરવાથી શું વળે,
શ્વાસોનો હાર આપ તો એને વરી શકાય.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
હોય પ્યાસ જો આંખોમાં તો આખુંયે રણ તરી શકાય….નહિ તો નીર વિનાના કુવામાંય ડુબી જવાય….
સરસ ગઝલ.
Really it’s vry nice.. congrats..!
ભાઈ વાહ!
આખી ગઝલમાં અનોખી તાજપ વર્તાય છે ખૂબ ગમી. બધા શેરની માવજત સરસ થઈ છે. અભિનંદન.
…..તો રણને તરી શકાય,
આ રણને તરી જવાની વાત ગમી.
આખી ગઝલ સુંદર થઈ છે.
વાહ…!! મજા આવી ગઇ…!!
આખી ગઝલ માણવાલાયક થઇ છે… આ શે’ર તો એમાં ખાસ….
સૂરજ થવાનું એટલું સહેલું નથી અહીં,
જાતે બળો પછી જહાઁ રોશન કરી શકાય.
પાંપણના ખુલવા લગી જીવવાનો શ્રાપ છે,
સપનાંથી આપઘાતમાં થોડું મરી શકાય ?
સુંદર
ખુબ સરસ.
અમાપ ક્લ્પનાઓની ગુંથણી એટલે સુંદર અને સરળ રચના !
સુરજ થવાનુ એટલુ સહેલુ અહીં નથી
જાતે બળો પછી જ જહાં રોશન કરી શકાય.
સાહસ નદીનું હોય તો રણને તરી શકાય,
બે-ચાર ઘૂંટ રેતના જળથી ભરી શકાય.
ક્યા બાત હૈ દક્ષેશભાઈ
આખી ગઝલ સુન્દર થઈ છે….