મારી જ ધારણા, કરી ખોટી, બતાવ તું,
તૂટેલ તાંતણા ફરી જોડી બતાવ તું.
સપનાના દ્વારને હજુ સાંકળ જડી નથી,
આંખોના આસમાનમાં ઊડી બતાવ તું.
એકાદ આરઝૂ ભલે ઘાતક બની શકે,
એકાદ વારતા મને જીવી બતાવ તું.
તારા મિલનની આશમાં ખુદને ભૂલી ગયો,
હું કોણ છું, હવે મને પરખી બતાવ તું.
મારી તરસને ઠારવા તું શું કરી શકે ?
બે-ચાર ઝાંઝવા મને શોધી બતાવ તું.
‘ચાતક’ દરશની ઝંખના જેમાં ભરી પડી,
આંખોમાં એ તળાવને ખોદી બતાવ તું.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અશોકભાઈ,
આપની વાત સાચી છે. ચોથા શેરમાં -હવે- થી છંદ ખોડંગાય છે, પણ પઠનમાં કઠતું ન હોવાથી એ છુટ લીધેલી છે … આપના અભિપ્રાયો મળતા રહે એવી આશા છે.
એક એકથી ચડિયાતી રચનાઓ પહેલી વાર માણી…મને નિયમિત મળતી રહે તેવું કરશો ? મારું ને મારા બ્લૉગનું સરનામું આમ છે –
ઈ–મેઈલઃ ,
NET–ગુર્જરી: http://jjkishor.wordpress.com/
ઉલ્લેખનીય મક્તા સહિત આખી ગઝલ સુંદર થઇ છે.
ચોથા શે’રના સાનિ મિસરામાં ‘હવે’ શબ્દમાં છંદ ખોડંગાય છે, જોઇ લેવો…
એકાદ વારતા મને જીવી બતાવ તું….
saras ! Welcome back after long time !
badha sher sundar thaya chhe.
Abhinandan !
મારી તરસને ઠારવા તું શું કરી શકે ?
બે-ચાર ઝાંઝવા મને શોધી બતાવ તું.
વાહ્
સરસ
ઝાંઝવા જળ સીંચશે એ આશ પર
રણમાં તૃષ્ણાએ કરી છે વાવણી –
એકાદ આરઝૂ ભલે ઘાતક બની શકે,
એકાદ વારતા મને જીવી બતાવ તું.
નખશિખ સુંદર ગઝલ.
આ સરસ રચના છે. ખુબ જ સુન્દર.
તારા મિલનની આશમાં ખુદને ભૂલી ગયો,
હું કોણ છું, હવે મને પરખી બતાવ તું…..વાહ ખુબ સુન્દર મજાની વાત પણ દરેકનુ પ્રમાણ, પુરાવો, સાબિતિ ને પારખા કેમ???
સપનાના દ્વારને હજુ સાંકળ જડી નથી,
આંખોના આસમાનમાં ઊડી બતાવ તું.
beautiful…..