Press "Enter" to skip to content

અભાગી પંખી

માળો છોડી ચાલ્યા પંખી,
મૂકી સઘળાં સાથી સંગી.

ખાલીપાના ખખડ્યા દ્વારો,
એકલતા ક્ષણક્ષણને ડંખી.

ઈચ્છાઓના ગામ વચાળે,
શમણાંઓ વાચાળ, તરંગી.

કૈંક પુરાણી યાદો જડતાં,
આંખોએ તોડી સૌ બંધી.

વિદેશમાં વર્ષો વીત્યાં પણ
સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી.

ખુશ્બુ સાથે પ્રીત કરીને,
મેંય પવનની બાંધી કંઠી.

ડૂબતો જે રીતે તરણાંને,
તુજને શ્વાસો શ્વાસે ઝંખી.

પાણી નહીં, પળને પીનારું,
‘ચાતક’ નામ અભાગી પંખી.

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

11 Comments

  1. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) July 30, 2012

    વિદેશમાં વર્ષો વીત્યાં પણ
    સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી.

    ..વાહ સીતા-ગીતા સબકી એક કહાની..!!
    આ શીશા એ સહેવાનું…!!

    ટુકડે ટુકડા ભાંગતા રહે ને જીવતા રહેવાનું
    શીશાઓ દંગ ઉભા જોતા ને ભાગતા ફરવાનું

    શીશામાં જોંઉ હું મને તારે નજરમાં રહેવાનું
    લોહીમાં સુરજ કદી ન ઉગે પ્રખર બળતા રહેવાનું

    શીશાની નજર મળે શીશામાં પ્રતિબિંબમાં સહેવાનું
    દિલના ડાબલે ઢ્બુર્યા શ્વાસો અડઘું કહી ઝુરવાનું

    ગુંગળાતા શબ્દોને ઠોકરે ઘડાઘડ ગબડવાનુ
    પરોઢનો વાયરો મુંઝવે ઝરમર ઝરમર સહેવાનું

    શીશાના ઘરોમાં શીશાનું તસવીરમાં પડવાનું
    અડબંગ તોડે શીશાને બળ્યું કૈં પક્ષે ઝુકવાનું

    શ્વાસ નશ્વર થઈ, રોજ તો કૈં હોય મરવાનું
    ઇશ્વર આવે ભીતર, જીવે છિપલામાં તરવાનું
    -રેખા શુક્લ-“ગગને પુનમ નો ચાંદ” માંથી

  2. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' July 30, 2012

    ઈચ્છાઓના ગામ વચાળે,
    શમણાંઓ વાચાળ, તરંગી. વાહ, ક્યા બાત હૈ..!!

    ટુંકી બહેરમાં સુંદર અને અર્થપુર્ણ ગઝલ…!!

  3. Kishore Modi
    Kishore Modi July 30, 2012

    ગાગાના આવર્તનમાં એક સુંદર ગઝલ. ખૂબ ખૂબ અભિનંદન.

  4. Anil Chavda
    Anil Chavda July 30, 2012

    માળો છોડી ચાલ્યા પંખી,
    મૂકી સઘળાં સાથી સંગી.

    ઈચ્છાઓના ગામ વચાળે,
    શમણાંઓ વાચાળ, તરંગી.

    કૈંક પુરાણી યાદો જડતાં,
    આંખોએ તોડી સૌ બંધી.

    ક્યા બાત હૈ… દક્ષેશભાઈ….

  5. Pragnaju
    Pragnaju July 31, 2012

    ટૂંકી બહેરની મસ્ત ગઝલ ..
    ખુશ્બુ સાથે પ્રીત કરીને,
    મેંય પવનની બાંધી કંઠી.

    ડૂબતો જે રીતે તરણાંને,
    તુજને શ્વાસો શ્વાસે ઝંખી
    વાહ્
    યાદ
    હર શ્વાસમાં સમાય તુ, તુજ થકી હર શ્વાસ.
    હર ધડકનમાં સમાય તુ, તુજ થકી હર ધડકન.

  6. R K Patel
    R K Patel July 31, 2012

    Dear Daxeshbhai aka CHAATAK,
    WE-INDIANS have had come to FOREIGN [FIRANGI..!!] COUNTRY, because WE have had NO-MONEY in INDIA..!!
    That is,WE were CULTURE-RICH,but MONEY/WEALTH-POOR in INDIA..!!
    Think about that for a moment..!!
    R K Patel,
    wn,nz.

  7. Daxesh Contractor
    Daxesh Contractor July 31, 2012

    Shri R K Patel ji,
    Namaste.
    વિદેશમાં વર્ષો વીત્યાં પણ
    સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી.
    Thank you for your response to my above lines. You are right in a way that most of us left Indian soil for better opportunities. But that is not what poet intends to depict here. The point is that even after spending years in so-called foreign land, the attachment to motherland is still intact. One can physically live away from his/her motherland but remains emotionally attached .. It is hard to forget our old home, our friends, our relatives and the days we spent there. We remains emotionally attached and often dreams about them. I’m sure that’s true for most of us… Anyways, thanks again for expressing your views.

  8. Pravin Shah
    Pravin Shah August 1, 2012

    ખુશ્બુ સાથે પ્રીત કરીને,
    મેંય પવનની બાંધી કંઠી….
    પવનની કંઠીની વાત ગમી.
    ટુંકી બહેરમાં એક સુંદર ગઝલ.
    ખૂબ ખૂબ અભિનંદન દક્ષેશભાઈ !

  9. P Patel
    P Patel August 4, 2012

    “લોહીનો રંગ રાતો” જેવી આ વાત છે! One never strays from the ingrained culture. I’ve been married to a non-Gujarati for 25+ years. English has become my first language in my house. Children do not understand Gujarati. Yet…

    વિદેશમાં વર્ષો વીત્યાં પણ
    સ્વપ્નાંઓ ના થ્યાં ફીરંગી!

    Daksheshbhai, you said this so matter-of-factly! વાહ!

  10. પાણી નહીં, પળને પીનારું,
    ‘ચાતક’ નામ અભાગી પંખી.

    હદોની પાર તમારી કલ્પનાઓ છે. સુંદર.

  11. Mahesh Vadhel
    Mahesh Vadhel November 9, 2012

    આવતી કાલે ચુંટણી મીટીંગ હોય મારા ધો-૪ ના બાળકોએ પોતાના શબ્દોમાં સરપ્રાઇઝ શબ્દ વાપરી આજે જ્યારે વર્ગમાં ગયો ત્યારે મને કાંઇક આવુ આપેલુ જેનાથી એવુ થયુ કે બાળક એ ખરેખર ઇશ્વરનું બીજુ સ્વરુપ છે. એક સુંદર ગ્રીટીંગ કાર્ડ અમારા માટે તો આજે જ નવુ વર્ષ છેં બાળકોની અમુલ્ય લાગણીઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: