Press "Enter" to skip to content

ભૂંસી શકાયે શી રીતે ?

આપણા ઇતિહાસને બદલી શકાયે શી રીતે ?
એક વીતેલો દિવસ ભૂંસી શકાયે શી રીતે ?

જે સમયની ડાળ પર કલરવ કરેલો આપણે,
ફેર ઊડીને ત્યહીં બેસી શકાયે શી રીતે ?

વીતતાં વીતી ગઈ એ ક્ષણ ન પાછી આવતી,
એકડો પાછા જઈ ઘૂંટી શકાયે શી રીતે ?

એક વેળા પૂછતાં પૂછી લીધેલો જે તમે,
પ્રશ્ન પાછો આપને પૂછી શકાયે શી રીતે ?

રાતદિ મ્હેંકે હવાઓ આપની ખુશ્બો થકી,
યાદ શીશીમાં ભલા પૂરી શકાયે શી રીતે ?

આંખ ભીની છે હજુયે આપના સ્મરણો થકી,
પાંપણોથી એ કદી લૂછી શકાયે શી રીતે ?

જિંદગી ‘ચાતક’ ભલે જલવાનું બીજું નામ છે,
શ્વાસથી આ દીપને ફૂંકી શકાયે શી રીતે ?

– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

10 Comments

  1. દક્ષેશભાઈ… આખી ગઝલ કૉપી–પેસ્ટ. અભિનંદન.

  2. Narendra Jagtap
    Narendra Jagtap June 26, 2012

    વીતતાં વીતી ગઈ એ ક્ષણ ન પાછી આવતી,
    એકડો પાછા જઈ ઘૂંટી શકાયે શી રીતે ?

    નરી વાસ્તવિક્તા આપે રજુ કરી છે… ખુબ જ મઝાની ગઝલ…….

  3. Anil Chavda
    Anil Chavda June 26, 2012

    સરસ ગઝલ થઈ છે દક્ષેશભાઈ,
    આ શેર તો ખૂબ જ સુંદર છે…

    જે સમયની ડાળ પર કલરવ કરેલો આપણે,
    ફેર ઊડીને ત્યહીં બેસી શકાયે શી રીતે ?

  4. P Shah
    P Shah June 26, 2012

    સુંદર ગઝલ ! નવા રદીફમાં સુંદર ગઝલ થઈ છે.
    યાદ શીશીમાં ભલા પૂરી શકાયે શી રીતે ?…
    વાહ !

  5. Dilip Gajjar
    Dilip Gajjar June 25, 2012

    ખુબ જ આસ્વાધ્ય..મજાની ગઝલ્..વીતી ગયેલા સ્મરણ ની..
    આંખ ભીની છે હજુયે આપના સ્મરણો થકી,
    પાંપણોથી એ કદી લૂછી શકાયે શી રીતે ?

    જિંદગી ‘ચાતક’ ભલે જલવાનું બીજું નામ છે,
    શ્વાસથી આ દીપને ફૂંકી શકાયે શી રીતે ?

  6. Daxesh Contractor
    Daxesh Contractor June 25, 2012

    વાહ .. ક્યા બાત

    પૂછશો ના શી રીતે જીવાય છે.
    શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.

    તે છતાં પીંછાં સલામત છે હજી,
    રોજ આ કાયા સતત પીંખાય છે. .

    પ્રજ્ઞાજુબેન, ખલીલભાઈના આ અદભુત શેર અહીં વહેંચવા બદલ આભાર …

  7. Pragnaju
    Pragnaju June 25, 2012

    સુંદર ગઝલ

    આપણા ઇતિહાસને બદલી શકાયે શી રીતે ?
    એક વીતેલો દિવસ ભૂંસી શકાયે શી રીતે ?
    વાહ્
    આંખ ભીની છે હજુયે આપના સ્મરણો થકી,
    પાંપણોથી એ કદી લૂછી શકાયે શી રીતે ?
    યાદ
    ખલીલ ધનતેજવી.
    પૂછશો ના શી રીતે જીવાય છે.
    શ્વાસ જેવા શ્વાસ હાંફી જાય છે.
    તે છતાં પીંછાં સલામત છે હજી,
    રોજ આ કાયા સતત પીંખાય છે. .

  8. Kishore Modi
    Kishore Modi June 25, 2012

    રાતદિ મ્હેકે હવાઓ આપની ખુશ્બોથકી,
    યાદ શીશીમાં ભલા પૂરી શકાયે શી રીતે ?
    હંમેશ નવા રદીફ-કાફિયામાં નાવિન્યસભર ગઝલ માણવાની મજા પડે છે.
    આપનું ઈ-મેઈલ મોકલવા વિનંતિ

  9. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' June 25, 2012

    ખૂબ સુંદર ગઝલ..!! આ શે’ર વધારે ગમ્યા..
    જે સમયની ડાળ પર કલરવ કરેલો આપણે,
    ફેર ઊડીને ત્યહીં બેસી શકાયે શી રીતે ?
    આંખ ભીની છે હજુયે આપના સ્મરણો થકી,
    પાંપણોથી એ કદી લૂછી શકાયે શી રીતે ?

  10. Rekha Shukla (Chicago)
    Rekha Shukla (Chicago) June 25, 2012

    દક્ષેશભાઈ ખુબ જ સરસ રચના…છેલ્લી બે પંક્તિ તો સુપર્બ છે..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.