એક-બે આંસુ ઉછીના લાવવાના લોન પર,
લાગણીઓના મિનારા બાંધવાના લોન પર.
સાત ફેરાઓ ફર્યે કિસ્મત બદલતી હોય તો,
આગ જેવી આગને લઈ આવવાના લોન પર.
જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી,
રોજ શ્વાસોને જઈ ઉપાડવાના લોન પર.
જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી,
વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર.
સૂર્યમુખીને ભલા કોઈ જઈ કહેશો નહીં,
વાદળો તડકો સૂરજને આપવાના લોન પર.
એક શર્તે હુંય સપનાંઓ ઉછીના દઈ શકું,
પાંપણો પર ઘર નહીં બંધાવવાના લોન પર.
ગર્વ છે ‘ચાતક’, સમયની સ્હેજ ઉધારી નથી,
કિશ્ત અઘરાં છે અહીં ચુકાવવાના લોન પર.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ સુન્દર ગઝલ
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વાહ વાહ સરસ ગઝલ …… નવો વિષય…..ગમ્યો……
નવા જ રદીફમાં સરસ ગઝલ.
સુંદર ગઝલ !
અભિનંદન આપું છું લોન પર !
નખશિખ સુંદર ગઝલ
દક્ષેશભાઈ જીન્દગી જીવાય છે લોન પર ને તમે બનાવી ગઝલ લોન પર..ખુબ સુન્દર..ને ચોટદાર હકીકત ની પંકતિ…
જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી,
રોજ શ્વાસોને જઈ ઉપાડવાના લોન પર…
ત્યાં બેઠા બેઠા અમને ઘૃજાવી દીધા આ લોન પર…!!
નવી જ વાત અને રદીફ લઇ આવેલી ગઝલ..!!
આમ તો આખી ગઝલ ગમી… પણ આ શિરમોર..
જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી,
વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર.
અરે! દક્ષેશભાઇ, બહોત ખુબ. તમે તો અમને હલાવી દીધા.
ગર્વ છે ‘ચાતક’, સમયની સ્હેજ ઉધારી નથી,
કિશ્ત અઘરાં છે અહીં ચુકાવવાના લોન પર.
મારે પણ આવું જ છે.
સાચી વાત છે. આખુ જીવન જ લોન ઉપર ચાલે છે.
જિંદગી કૈં બેન્કમાં મૂકેલ થાપણ તો નથી,
ક્યા બાત હૈ… આ પંક્તિ તો અદભૂત થઈ છે.
સરસ ગઝલના ગમતા શેર
જળ હવે જીવી રહ્યા છે ઝાંઝવાની રે’મથી,
વૃક્ષ જેવા વૃક્ષને ઉગાડવાના લોન પર.
સૂર્યમુખીને ભલા કોઈ જઈ કહેશો નહીં,
વાદળો તડકો સૂરજને આપવાના લોન પર.