[Painting by Donald Zolan]
*
ખખડે છે પાંદડા છતાં ક્યાંયે પવન નથી,
તારા ગયા પછી મને મારું સ્મરણ નથી.
ટહુકા વિનાની જિંદગી જીવી રહ્યો હવે,
હું વૃક્ષ છું ઉદાસ કે જેનું ચમન નથી.
મૃગજળને જીવવા મળે એવું તો કૈંક આપ,
તરસ્યા છે ઝાંઝવા અને કોઈ હરણ નથી.
તારા વિરહની વેદના કહેવીય શી રીતે,
મારું કહી શકું હવે કોઈ સ્વજન નથી.
તરફડતાં હોઠનું ફરી મળવાનું વ્યર્થ છે,
જેમાં પ્રણયનો સ્પર્શ ના એ સંવનન નથી.
‘ચાતક’ની આંખમાં ફકત રઝળે છે ઈન્તજાર,
પગલાંનું ગામ છે અને કોઈ ચરણ નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલના મત્લા અને મક્તા માણવાની મજા આવી!
સુધીર પટેલ.
વાહ, સરસ ગઝલ.
ખખડે છે પાંદડા છતાં ક્યાંયે પવન નથી,
તારા ગયા પછી મને મારું સ્મરણ નથી.
અચ્છી બાત હૈ…
નખશિખ સુંદર ગઝલ.
‘ચાતક’ની આંખમાં ફકત રઝળે છે ઈન્તજાર,
પગલાંનું ગામ છે અને કોઈ ચરણ નથી….
ચરણ કે પગલાંનો —સંભળાય છે પગરવ તમને ?
કેમ ના મળે ‘ચાતક’ને જેનો છે ઇન્તજાર તમને ?
દક્ષેશભાઈ ખુબ સરસ રચના…I hope everything is o.k with you.
સરસ ગઝલ
તારા વિરહની વેદના કહેવીય શી રીતે,
મારું કહી શકું હવે કોઈ સ્વજન નથી.
તરફડતાં હોઠનું ફરી મળવાનું વ્યર્થ છે,
જેમાં પ્રણયનો સ્પર્શ ના એ સંવનન નથી.
વાહ્
સુંદર ગઝલ…!! આ તો ખુબ જ ગમ્યું…
મૃગજળને જીવવા મળે એવું તો કૈંક આપ,
તરસ્યા છે ઝાંઝવા અને કોઈ હરણ નથી…સરસ કલ્પના, અભિનન્દન…!!
તારા ગયા પછી મને મારું સ્મરણ નથી…
વાહ !