લાગણીઓ શબ્દ વિના ટળવળે,
વૃક્ષ કોઈ ફૂલ વિના ના ફળે.
ભીંત સાથે વ્હાલથી વાતો કરો,
એ છતાંયે કોઈનું ક્યાં સાંભળે ?
સૂર્યકીરણથી પ્રથમ ઝળહળ બને,
જાત ઝાકળની પછી ભડકે બળે.
આ ગઝલનો એટલો ઉપકાર કે,
વાત હૈયાની અહીં કહેવા મળે.
શ્વાસ કેવળ એક એવી દોર જે,
વિશ્વના સઘળા મનુજને સાંકળે.
ટેરવાના સ્પર્શથી જેને મઢી,
એ જ અંગૂઠી મળે ના આંગળે.
કોઈ ઘટના બર્ફથી પણ શીત છે,
એ જ કારણ દાંત ‘ચાતક’ના કળે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ
Dear Daxeshbhai,
memorable meeting with you at swargarohan, i am very much happy to read your Ghazals, your depth in thoughts, i will compose ghazal written by you, please convey on mail acc
devesh ni Yaadi
સરસ ગઝલ.
વાત હૈયાની અહીં કહેવા મળે….
સરસ વાત કહી દક્ષેશભાઈ !
ટૂંકી બહરમાં સુંદર રચના !
અભિનંદન !
સૂર્યકીરણથી પ્રથમ ઝળહળ બને,
જાત ઝાકળની પછી ભડકે બળે.
ગઝલ બની ઘટના થકી તોય ક્યાં આરામ મળે ?
..ખુબ સરસ ગઝલ … હૈયા વરાળ ..ને જો હવે શાંતિ મળે..!!
ટૂકી બહેરમાં સરસ ગઝલ.
આ ગઝલનો એટલો ઉપકાર કે,
વાત હૈયાની અહીં કહેવા મળે.
બહોત ખૂબ દક્ષેશભાઈ…
તમારી કવિતા ગઝલને રળિયાત કરે છે અને અને ગઝલ તમારી કવિતાને…
કાવ્યાનંદ…
આ ઘટનાનું જ પરિણામ કહેવાય ને ?
– આભાર !
આ ગઝલનો એટલો ઉપકાર કે,
વાત હૈયાની અહીં કહેવા મળે.
ખૂબ સરસ કહ્યું દક્ષેશભાઇ..!!!
હમ રદીફ કાફિયા સાથેની મજાની ગઝલ…