[Painting by Donald Zolan]
હૈયું રડે છે તે છતાં આંખો સજલ નથી,
આ લાગણીનાં દોસ્ત, પુરાવા સરળ નથી.
રસ્તે જતાં ને આવતાં દૃશ્યોની લઉં મઝા,
મંઝિલને પામવા ભલા મારી સફર નથી.
આપી હૃદયને દર્દની અણમોલ ભેટ તેં,
તારી કૃપામાં ઓ પ્રભુ, કોઈ કસર નથી.
બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી.
માણસ બિચારો રાતદિ બેચેન થઈ ફરે,
સૂવાનું કોણ ક્યાં, કદી કહેતી કબર નથી.
‘ચાતક’ કલમથી શું લખે કોઈના દર્દને,
આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી…..
ખૂબ જ સુંદર ગઝલ દક્ષેશભાઈ, અભિનંદન ! દિલ સે !
કવિમિત્ર ગૌરાંગભાઈ ઠાકરના સૂચનથી મત્લાના શેરમાં નીચે મુજબ ફેરફાર કર્યો છે. સૂચન બદલ ગૌરાંગભાઈનો ખુબ ખુબ આભાર.
હૈયું રડે છે તે છતાં આંખો સજલ નથી,
આ લાગણીનાં દોસ્ત પુરાવા સરળ નથી.
સૌપ્રથમ આ રીતે પ્રસ્તુત કરેલ..
હૈયું રડે છે તે છતાં આંખો સજળ નથી,
કોને કહું કે લાગણી મારી અભણ નથી.
ખુબ સરસ દક્ષેશભાઈ..ચાતક’ કલમથી શું લખે કોઈના દર્દને,આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી. ને છતાં આંખો સજળ નથી,..!!
આપી હૃદયને દર્દની અણમોલ ભેટ તેં,
તારી કૃપામાં ઓ પ્રભુ, કોઈ કસર નથી.
બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી…….
વાહ વાહ ખુબ જ સરસ દક્ષેશભાઇ…. મસ્ત ગઝલ….
બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી.
ક્યા બાત હૈ દક્ષેશભાઈ
સાવ સીધી સાદી, સુંદર ગઝલ !!!
બાળક,યુવાન,વ્રુધ્ધ અને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી.
મક્તા સહિત આખી ગઝલ સુંદર.
‘ચાતક’ કલમથી શું લખે કોઈના દર્દને,
આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી.
વાહ…અતિ સુંદર…ખૂબ ગમી આ રચના પણ.
દક્ષેશભાઇ, એક વધુ સુન્દર ગઝલ તમારી સર્જકતાનું સાતત્ય પુરવાર કરે છે…
આ વધુ ગમ્યું..
રસ્તે જતાં ને આવતાં દૃશ્યોની લઉં મઝા,
મંઝિલને પામવા ભલા મારી સફર નથી. મક્તા પણ સુંદર…!!
‘ચાતક’ કલમથી શું લખે કોઈના દર્દને,
આંસુથી ફાંકડી ભલા કોઈ ગઝલ નથી…..એક કે કોઇક સામાન્ય માણસને એની સંવેદના અને મર્યાદામાં વણી લેતી ફાંકડી ગઝલ.
આ પણ એટલું જ ગમ્યું અને કળાયું –
બાળક, યુવાન, વૃદ્ધ ને અંતે મરણ થતું,
જીવનની વારતા અહીં એવી સરળ નથી.