કેવી ઘટી હશે ભલા ઘટના તળાવમાં,
રોઈ રહ્યાં છે માછલાં જળના પ્રવાહમાં.
માણસ કરી ગયો ફરી સંબંધની કતલ
વૃક્ષોની જાત એટલે સઘળી તનાવમાં.
આંસુને લૂછવા વિહગ આવી શકે નહીં,
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં.
બેચેન થૈ જવા સુધી પ્હોંચી ગઈ કથા,
ઉછળી રહ્યો છે એટલે સાગર લગાવમાં.
ઉત્તર ગળી શકાય ના પૂછેલ પ્રશ્નનો,
પૂછો નહીં સવાલ તો એના જવાબમાં.
ચાતક, તમે મઢો હવે તસ્વીર આંખમાં,
જીવાય અન્યથા નહીં એના અભાવમાં.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
માણસ કરી ગયો ફરી સંબંધની કતલ
વૃક્ષોની જાત એટલે સઘળી તનાવમાં.
આંસુને લૂછવા વિહગ આવી શકે નહીં,
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં……બન્ને સરસ અને આસ્વાદ્ય રહ્યા.
આંસુને લૂછવા વિહગ આવી શકે નહીં,
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં.
વાહ…!! સુંદર અભિવ્યક્તિ.. આઝાદ કાફિયામાં આમ તો આખી ગઝલ મસ્ત થઇ છે.
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં.
દક્ષેશભાઈ સરસ કામ થઈ રહ્યું છે, આપ જોમ અને લગાવ જાળવી રખશો તો તમારી પાસેથી વધારે ને વધારે સારું મળી રહેશે એવી અપેક્ષા છે,
જય કવિતા….
દક્ષેશભાઈ ખુબ સરસ એકોએક કાફિયા એકએકથી ચડિયાતા…તમારા જેવી ફાવટ આવી જાય તો કેવુ સારુ થાય..મારો પ્રયત્ન જારી રેહશે..!!
માણસ કરી ગયો ફરી સંબંધની કતલ
વૃક્ષોની જાત એટલે સઘળી તનાવમાં……
વાહ વાહ …સરસ મઝાના શેર છે…..લગે રહો…
ટહુકાઓ મોકલી દીધા એથી ટપાલમાં.
ખુબ જ સુંદર વાત કરી દક્ષેશભાઈ,,,,,,,,,કવિતામાં ભાવ એવો નીખરી ને ઉભરી આવે છે કે કોઈ અભાવ રહેતો જ નથી……મજા પડી ગઈ!
…..રોઇ રહ્યા છે માછલા જળના પ્રવાહમા.
વધુ એક સુન્દર રચના !!!
ખૂબ સુંદર ગઝલના બધાં જ શે’ર માણવાલાયક થયા છે!
સુધીર પટેલ.
સાદ્યંત સુંદર ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.
જીવાય અન્યથા નહીં એના અભાવમાં….
બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
સુંદર અને પ્રવાહી લયમાં વહેતી ગઝલ !
બેચેન થૈ જવા સુધી પ્હોંચી ગઈ કથા,
ઉછળી રહ્યો છે એટલે સાગર લગાવમાં.