કોઈ દિવસ હું રડી પડું, પણ બોસ, સખત પડછાયો છે,
મારો હમદમ, મારો એક જ દોસ્ત, ફકત પડછાયો છે.
હર્ષ-શોકના દ્વંદ્વયુદ્ધમાં હાર-જીત છે પળપળની,
હોય ગમે તેવી ક્ષણ છોને, સાથ સતત પડછાયો છે.
તેજ-તિમિરના આટાપાટા, દૃશ્ય જગતની માયાજાળ,
આંખોના અખબાર મથાળે કોણ લખત પડછાયો છે.
સૂરજના ઉગવાનું કારણ સમજણની સીમા પર છે,
પૂછો જઈ એને કે એનો એક ભગત પડછાયો છે.
હાડ-ચામની પેટીમાં નિત શ્વાસોની આવન-જાવન,
માણસની હસ્તી શું આખર, એજ કહત, પડછાયો છે.
‘ચાતક’ તારી કિસ્મતમાં પણ ક્યાંક લખેલો છે સૂરજ,
હાથ ભલે લાગે જે તુજને સર્વ વખત, પડછાયો છે.
– © દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
It’s OK to read/write/talk-about/discuss/debate etc about BEINGS and THINGS of the WORLD ie UNIVERSE; because WE have body-brain-intellect-mind etc..!!
But I would like to KNOW that were we really just names and forms ie Body-intellect-mind etc or were we really nameless-formless-selfless-unselfish etc and therefore ETERNAL..!!
Think about that for a moment..!!
R K Patel,
WN, NZ.
સૂરજના ઉગવાનું કારણ સમજણની સીમા પર છે,
પૂછો જઈ એને કે એનો એક ભગત પડછાયો છે.
વાહ……સુરજને પોતાની હસ્તી નું ભાન કરાવતો આ પડછાયો સમગ્ર ગઝલમાં છવાયો છે.
અતિસુંદર ……..આપ યુ હી લિખતે રહો ઐસી શુભકામના.
વાહ…સરસ ગઝલ…
હાડ-ચામની પેટીમાં નિત શ્વાસોની આવન-જાવન,
માણસની હસ્તી શું આખર, એજ કહત, પડછાયો છે.
કાફિયાને રદીફ સાથે શેરના સમ્પૂર્ણ ભાવમાં વણી લઈને સરસ રીતે નિભાવ્યા છે.
સરસ ગઝલ
@ Girija ji,
આપના પ્રતિભાવ બદલ આભાર. આપના જેવા સાહિત્યપ્રેમી વાચકોના પ્રતિભાવ લેખન માટેની પ્રેરણા પૂરી પાડે છે.
હાડ-ચામની પેટીમાં નિત શ્વાસોની આવન-જાવન,
માણસની હસ્તી શું આખર, એજ કહત, પડછાયો છે.
ખુબ જ સહેજતા થી તમે જીવન નુ સત્ય રજુ કર્યુ છૅ…
તમારી નવી કવિતા ની આતુરતા થી રાહ જોવાય છૅ…
શ્વાસોની આવન-જાવન વચ્ચે એ જ પડછાયો !
સુન્દર રચના ભૈ દક્ષેશભાઇ !…..આભાર !
ખુબ સુન્દર !
હાડ-ચામની પેટીમાં નિત શ્વાસોની આવન-જાવન,
માણસની હસ્તી શું આખર, એજ કહત, પડછાયો છે.
તેજ-તિમિરના આટાપાટા, દૃશ્ય જગતની માયાજાળ,
આંખોના અખબાર મથાળે કોણ લખત પડછાયો છે.
દ્વંદ યુધ્ધ હાર-જીત માં મન અને અહમ -શું આજ પડછાયો !
મને યાદ આવ્યું જુનુ ગીત…
તોરા મન દર્પન કેહલાયે
સુખ કી કલિયાં, દુઃખકે કાંટે ..મન સબકા આધાર..
જગ સે ચાહે ભાગ લે કોઈ મન સે ભાગ ન પાયે..
ઈસ ઉજ્લે દર્પન પર કોઈ ધુલ ન જમને પાયે..
નવી રદીફ-કાફિયામાં કહેવાયેલી સુંદર ગઝલ.
હર્ષ-શોકના દ્વંદ્વયુદ્ધમાં હાર-જીત છે પળપળની,
હોય ગમે તેવી ક્ષણ છોને, સાથ સતત પડછાયો છે.
આ દ્વૈતની અનુભૂતીને પડછાયાનું સ્વરુપ અને પ્રતિક તરીકે મૂકી આપી અભિવ્યક્તિ પાસે ધાર્યું કામ કરાવ્યું છે,એ જ કવિ કર્મ–ગમ્યું.