[Painting : Amita Bhakta]
બાળક છે કુખમાં અને ચ્હેરો ઉદાસ છે,
આંખોમાં કેટકેટલાં સ્વપ્નોની લાશ છે.
કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં,
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે.
વરસી શકી ન ચાંદની એના છજા ઉપર,
પૂનમની રાત આંગણે, ભીતર અમાસ છે.
કેવી વિવશ હશે જુઓ, પાવા કશું નથી,
બહાનું કરે છે એટલે, તૂટ્યો ગિલાસ છે.
આશાનો દોર સાંધવા કોશિશ કરી રહી,
જીવન વિશે કદાચ એ બેહદ નિરાશ છે.
‘ચાતક’ કઈ રીતે કહે દર્દોની દાસ્તાન,
જે પણ મળે છે એમને સુખની તલાશ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે..ખુબ જ સરસ …..
કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં,
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે.
ભાઈ દક્ષેશ તમારી અંદરથી આવા શબ્દો ક્યાંથી આવે છે?
કારણ કે આ પરીસ્થિતિ તો જે માં એ અનુભવી હોય તે જ જાણે.
દક્ષેશભાઈ ,
સુન્દર રચના
કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં,
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે.
Your words are more powerful in creating the images of the helplessness of destitute stircken mother then my painting. Thank you for posting my paintings with your gazal.
વાહ ભાઇ !
કેવળ સુખોની કલ્પના જ્યોતિ ધરે નહીં,
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે….
દક્ષેશભાઈ આપની આ ગઝલ કરુણ, ગરીબ ને વિવશ “મા” ને તાદ્રશ્ય કરાવી ગઈ ..!!
દર્દની લાગણી સભર રજુઆત-એક સ્ત્રી, મા અને પત્નિના.
જીવન વિશે કદાચ એ બેહદ નિરાશ છે.
સુંદર ગઝલ
ગરીબ માની વ્યથાનું હૈયા વલોણું. સુન્દર રચના !!!
વરસી શકી ન ચાંદની એના છજા ઉપર,
પૂનમની રાત આંગણે, ભીતર અમાસ છે.
કેવી વિવશ હશે જુઓ, પાવા કશું નથી,
બહાનું કરે છે એટલે, તૂટ્યો ગિલાસ છે.
ઉપરોક્ત માણવા લાયક શે’ર સહિત પુરી ગઝલ સુન્દર થઇ છે….!!
હૈયું જલે છે એટલે ઘરમાં ઉજાસ છે.
બહોત અચ્છે દક્ષેશભાઈ…. સુન્દર કામ થયુઁ છે… ગઝલમાઁ સારી રીતે સફળ થયા છો…