હકીકતને હથેળીમાં લઈ દર્પણ નીકળવાનો,
સૂરજ જેવા સૂરજને આગિયા સામે પટકવાનો.
ચરણને રોકવા દુનિયા કરી લે ધમપછાડા પણ,
અડગ નિર્ધારથી રસ્તો જઈ મંઝિલને મળવાનો.
હૃદયમાં લાખ છૂપી હો પ્રણયની વાત એથી શું,
અધર પર આવતાં નક્કી પ્રણય વચ્ચે અટકવાનો
હવા સાથે બદનની ગૂફ્તગૂ કાયમ નહીં ચાલે,
ગમે ત્યારે અચાનક શ્વાસનો સંચો બટકવાનો.
તમસના હાથ ટૂંપો આપશે, એથી થથરવું શું,
પ્રબળ શ્રદ્ધા થકી ચ્હેરો દીપકનો તો ઝળકવાનો.
પ્રતીક્ષાના શહેરમાં આગ હોવી છે સહજ ‘ચાતક’,
કોઈની યાદનો કિસ્સો સતત ભીતર સળગવાનો.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આવી ચડી તમારા બ્લોગ પર. સરસ રચનાઓ.
હમણા તમારો પ્રતિભાવ પણ સમયથી ‘ગંગોત્રી’ પર નથી
સર્જનનો આનંદ માણતા રહો તેવી શુભેચ્છા.
સરયૂ
સુંદર ગઝલ !
હવા સાથે બદનની ગૂફ્તગૂ કાયમ નહીં ચાલે,
ગમે ત્યારે અચાનક શ્વાસનો સંચો બટકવાનો.
તમસના હાથ ટૂંપો આપશે, એથી થથરવું શું,
પ્રબળ શ્રદ્ધા થકી ચ્હેરો દીપકનો તો ઝળકવાનો.
ઉમદા ગઝલ, ઉપરના બંને શે’ર સહિત આખી ગઝલ ગમી
હવા સાથે બદનની ગૂફ્તગૂ કાયમ નહીં ચાલે,
ગમે ત્યારે અચાનક શ્વાસનો સંચો બટકવાનો.
વાહ.
વધુ એક સુન્દર રચના !!!
ચરણને રોકવા દુનિયા કરે ધમછાડા…..મન્જીલને મળવ્વા
હવા સાથે બદનની….શ્વાસનો સન્ચો બટકવાનો.
ઉત્તમ.
“હવા સાથે …..સન્ચો બટક્વાનો” .. ખુબ સરસ ..