રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી,
હૈયાની વાત થાય, હવે શક્યતા નથી.
જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો,
ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી.
મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે,
ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી.
ભૂલી જઈશ, આપતાં આપી દીધું વચન,
મારાથી એ પળાય, હવે શક્યતા નથી.
તું આંખ બંધ રાખવા કોશિશ કરી શકે,
સપનું થઈ છળાય, હવે શક્યતા નથી.
‘ચાતક’, વિરહની વેદના જેણે ધરી હતી,
એને જઈ મળાય, હવે શક્યતા નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
બધા જ શેર ગમે એવા છે. રદીફ પણ સરસ. સરસ ગઝલ.
હૈયાની વાત થાય, હવે શક્યતા નથી….
સરસ આસ્વાદ્ય ગઝલ થઈ છે દક્ષેશભાઈ,
અભિનંદન !
ખુબ સરસ… લખો ભૈ લખો… ગમે છે.
[…] (http://www.mitixa.com/2012/1971.htm) […]