સમયના હાથથી વીતેલ ક્ષણ થઈ જાય છે આઝાદ,
સૂરજ ચાહે ન ચાહે પણ કિરણ થઈ જાય છે આઝાદ.
પહોંચે માનવી મંઝિલ સુધી એનો અરથ એવો,
ગતિ કરવાની આદતથી ચરણ થઈ જાય છે આઝાદ.
વિચારો ઝાંઝવા થઈને ભગાવે છે સતત મનને,
કલમ મળતાં જ હાંફેલા હરણ થઈ જાય છે આઝાદ.
તમારું આવવું, ના આવવું, બંનેય સરખું છે,
તમારા આવવાથી બસ, સ્મરણ થઈ જાય છે આઝાદ.
જીવનનો અંત ‘ચાતક’ કોઈ ઉત્સવથી ઉતરતો ક્યાં,
મને મળવાની ખ્વાહિશથી મરણ થઈ જાય છે આઝાદ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ વાહ ……સરસ નવો રદીફ લાવ્યા… સરસ ગઝલ
બધા જ શેર સરસ થયા છે, સુંદર કવિકર્મ. અભિનંદન
રદિફ્નુ નાવીન્ય ગઝલને તાજગી આપે છે, આ વિશેષ ગમ્યુ…
પહોંચે માનવી મંઝિલ સુધી એનો અરથ એવો,
ગતિ કરવાની આદતથી ચરણ થઈ જાય છે આઝાદ.
મને મળવાની ખ્વાહિશથી મરણ થઈ જાય છે આઝાદ….
નવા રદીફમાં આખી ગઝલ સુંદર થઈ છે.
સરસ રહી ગઝલ,વાંચી અને ગમી.
બહુ સરસ. મજા આવી ગઈ.
સરયૂ પરીખ
નવા રદીફ પ્રયોજીને કહેવાયેલી વધુ એક સુંદર ગઝલ. અભિનન્દન
વાહ સરસ આઝાદ ગઝલ..
વિચારો ઝાંઝવા થઈને ભગાવે છે સતત મનને,
કલમ મળતાં જ હાંફેલા હરણ થઈ જાય છે આઝાદ