હું હવે ખુદને મળી શકતો નથી,
કેમ, એવું પણ પૂછી શકતો નથી.
જાતથી રુસ્વા થયેલો આદમી,
કોઈ ટોળામાં ભળી શકતો નથી.
ચાહવાના કારણો મળશે ઘણાં,
ધારણા વિશે કહી શકતો નથી.
છે હૃદય એવી ઘણી સંવેદના,
શબ્દ જેને ચીતરી શકતો નથી.
આંખ આંસુઓનું કબ્રસ્તાન છે,
મોકળા મનથી રડી શકતો નથી.
પત્થરોના દેવને પૂજ્યા પછી,
માનવીને હું નમી શકતો નથી.
લોક કહે છે કે મજાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી.
નામ ‘ચાતક’ એટલે રાખી લીધું,
હું નિરાશાને ખમી શકતો નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
હું હવે ખુદને મળી શકતો નથી,
કેમ, એવું પણ પૂછી શકતો નથી
વાહ…
ચાહવાના કારણો મળશે ઘણાં,
ધારણા વિશે કહી શકતો નથી.
છે હૃદય એવી ઘણી સંવેદના,
શબ્દ જેને ચીતરી શકતો નથી….. ખુબ જ સરસ ગઝલ … આમ તો દરેક શેર માણવા લાયક છે…
જાતથી રુસ્વા થયેલો આદમી
કોઇ ટોળામાં ભળી શકતો નથી..
કડવુ પણ તદ્દન સાચું..
આખી ગઝલ માણવાલાયક થઈ છે, મક્તાનો સુધારો પણ ગમ્યો.
જાતથી રુસ્વા થયેલો આદમી
કોઇ ટોળામાં ભળી શકતો નથી
સુંદર મનોમંથનની ગઝલ
હ્રદયસ્પર્શી ગઝલ..
છે હૃદય એવી ઘણી સંવેદના,
શબ્દ જેને ચીતરી શકતો નથી. વાહ..
સપના
નામ ‘ચાતક’ રાખતાં રાખી લીધું,
ઝાંઝવાઓને છળી શકતો નથી.
ગઝલ પોસ્ટ કરી ત્યારે મક્તાનો શેર આ પ્રમાણે હતો પણ બરાબર ન લાગતા એ બદલીને હાલમાં છે એ મુજબ કર્યો છે. પ્રતિભાવ આપનાર મિત્રો એ માટે ક્ષમા કરે …આશા છે એમને પણ આ બદલાવ પસંદ આવશે.
લોક કહે છે કે મજાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી……સરસ કાવ્યાત્મક સ્વગ્તોક્તિ અને તે પણ સ્વક મીજાજે ઘડાયેલીઃ–માનવીને હું નમી શકતો નથી
….મજાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી.
મઝાના આદમી જમાનાને ગમતા નથી, કદાચ ઈર્ષ્યાને કારણે ! ?
સુંદર રચના !
સુન્દર,અતિ સુન્દર !!!!
પત્થરોના દેવને પૂજ્યા પછી,
માનવીને હુ નમી શકતો નથી.
લોક કહે છે કે મઝાનો આદમી,
પણ જમાનાને ગમી શકતો નથી.