કેટલી ક્ષણને સદીમાં રાખીએ,
ચાલ ડહાપણને નદીમાં નાખીએ.
આજ જોષીનો દિવસ કેવો જશે,
હસ્તરેખામાં ફરીથી ઝાંખીએ.
સાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે,
ચાલ દીપકમાં વિસામો રાખીએ.
ધૈર્યનો અંજામ કેવો, જાણવા,
બોર શબરીના જઈને ચાખીએ.
આગમનની શક્યતા ‘ચાતક’ હજી,
બારણાં એથી અમસ્તા વાખીએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલના મત્લા અને મક્તા માણવાની મજા આવી!
સુધીર પટેલ.
ખૂબ જ સુંદર ગઝલ થઈ છે દક્ષેશભાઈ !
સવાર-સાંજ-… ઘણું બધું સુધરી ગયું.
લાજવાબ મત્લા અને મક્તા !
ધૈર્યનો અંજામ કેવો, જાણવા,
બોર શબરીના જઈને ચાખીએ… આ શેર ખૂબ ગમ્યો.
અભિનંદન !
આજ જોષીનો દિવસ કેવો જશે,
હસ્તરેખામાં ફરીથી ઝાંખીએ.
સાંજ પડતાં સૂર્ય પણ થાકી જશે,
ચાલ દીપકમાં વિસામો રાખીએ.
ધૈર્યનો અંજામ કેવો, જાણવા,
બોર શબરીના જઈને ચાખીએ.
સરસ રચના.