જિંદગી, તારો અજાયબ રંગ છે,
શ્વાસ ફીક્કા તોય સીનો તંગ છે !
એ નથી સાથે તો એથી શું થયું,
એમની યાદો તો તારી સંગ છે !
એમણે ચહેરો બતાવ્યો’તો કદી,
આયનો આજેય એથી દંગ છે.
એમને અડસઠ ભલે પૂરા થયા,
એ હજી તસવીરમાં તો યંગ છે.
જે ગળે આવે ઉલટથી ગાઈ જા,
પ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.
મોત અણધાર્યો વિસામો છે અહીં,
જિંદગીની જાતરા સળંગ છે.
શું કહે ‘ચાતક’ પ્રતિક્ષાની વિશે,
ના કદી જીતાય એવો જંગ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
Excellent ! That’s what one can say
સ્વાનુભવ ?
સુંદર ગઝલના મત્લા અને મક્તા બંને ખુબ સરસ.
પાંચમા અને છટ્ઠા શે’રમાં કાફિયાને કારણે છંદ સહેજ ખોડંગાય છે, દક્ષેશભાઈ, જોઈ લેશો..બાકી ગઝલે ખુબ આનંદ આપ્યો.
સુંદર ગઝલ !
બધા જ શેર સરસ થયા છે.
ચહેરો જોઈને અરીસા તો દંગ જ રહી ગયા અને
ના કદી જીતાય એવો પ્રતિક્ષાનો જંગ આ બે વાતો ખૂબ ગમી.
જાણીતા કાફિયા સરસ રીતે નિભાવ્યા છે.
અભિનંદન દક્ષેશભાઈ !
સુંદર ગઝલ
આ શેર વધુ ગમ્યા
જે ગળે આવે ઉલટથી ગાઈ જા,
પ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.
મોત અણધાર્યો વિસામો છે અહીં,
જિંદગીની જાતરા સળંગ છે
સરસ ગઝલ…
સરસ પ્રેમે પાયો રસ પીધો ભઈ ધરઈને-
જે ગળે આવે ઉલટથી ગાઈ જા,
પ્રેમભીનાં ગીત સહુ અભંગ છે.
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.