શક્યતાનાં બારણાંઓ બંધ રાખી જોઈએ,
રિક્તતા એવી રીતે અકબંધ રાખી જોઈએ.
જાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા,
ઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ.
સ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી,
આંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ.
જિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના,
અશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ.
માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.
ક્યાં સુધી ‘ચાતક’ જીવીશું આમ પ્રત્યાઘાતમાં,
લાગણીઓ પર જરા પ્રતિબંધ રાખી જોઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ.
સર્જકને સરસ રીતે વ્યક્ત કરતો શેર…
માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.
જીવવાની કુમાશના મિજાજને વ્યક્ત કરતી ભાષા. જેમ પંચમભાઈએ બતાવ્યું.
માછલીને જળ વિશે કાયમ રહ્યો છે, એ રીતે
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ.
સુંદર ગઝલ…
અક્ષરો સાથેનો તમારો ઋણાનુબંધ તો અમે જાણી ગયા છીએ..
જે અમને આવી રચનાઓ સાથે મેળાપ કરી આપે છે..
સુંદર રચના, આ તો અફલાતુન…!
જાત ઝાકળની લઈને સૂર્યના ઘરમાં જવા,
ઓગળે ઝળહળ ન એ પ્રબંધ રાખી જોઈએ.
સરસ ભાવ જળવાયો છે ગઝલમાં દક્ષેશભાઈ….
અક્ષરો સાથે ઋણાનુબંધની વાત સો ટચના સોના જેવી રહી
ખૂબ-ખૂબ અભિનંદન.
સરસ ગઝલ. ગમી. આભાર.
સાંગોપાંગ બેસ્ટ ગઝલ… દરેક શેર એની જગ્યાએ બેમિસાલ છે…..
સુંદર ગઝલ
આ શેર
સ્વપ્ન પીડાયે નિરંતર વિસ્મૃતિના રોગથી,
આંખ મીંચી બે’ક પળ સંબંધ રાખી જોઈએ.
જિંદગી, સંવેદનાનું વસ્ત્ર સરકી જાય ના,
અશ્રુઓનો એટલે કટિબંધ રાખી જોઈએ.
વાહ્
સરસ ગઝલ થઈ છે દક્ષેશભાઈ….
વાહ !
સરસ ગઝલ થઈ છે.
અક્ષરો સાથે ઋણાનુબંધ રાખી જોઈએ…
આ વાત બહુ ગમી.
અભિનંદન !
સરસ રચના. સ્વપ્નમાં બે પળનો સમ્બન્ધ, અને અક્ષરો સાથે ઋણાનુબન્ધ વાળી વાત ખુબજ સરસ.