આંખોમાં ઈંતજારના કાગળ મળે નહીં,
રાધા થયા વિના અહીં માધવ મળે નહીં.
સીતાની શોધમાં ભલે ભટક્યા કરે જગત,
નિષ્ફળ રહે તલાશ જ્યાં રાઘવ મળે નહીં.
એ દ્વારિકા-અધીશ પણ કંગાળ કેટલો,
ગોપીજનોના પ્રેમનો પાલવ મળે નહીં.
હૈયાની વેદના લખે રાધા કઈ રીતે,
પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં.
કા’નાના નામથી સતત ભીંજાય આંખડી,
રોકી શકે વિષાદને સાંકળ મળે નહીં.
‘ચાતક’ કહી શકત કદી ઉત્તરમાં એમને
જોયા, પરંતુ નામમાં યાદવ મળે નહીં.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર મત્લા.. મજાની ગઝલ..!
મણવાની મજા પડી……..
મજા પડી.
સરસ મિથીકલ ગઝલ.
ખૂબ સુંદર ગઝલ!
મત્લાનો શે’ર લાજવાબ છે!
સુધીર પટેલ.
ખૂબ સુંદર ગઝલ. મત્લાનો શેર વાહ.
યાદ
જુકો કાનુડેજો સતત રટણ કરેતી
આરાધના કરેતી ઉપાસના કરેતી
સે રાધા ત સામે કાનુડો
જેંજી ઉપાસના કરેતો સે રાધા
ખરે ખર ખુબ જ સરસ ગઝલ … અને સરસ વિષય… મને ખુબ જ ગમી… અભિનંદન
ગુજરાતી અભિવ્યક્તિનું સદાબહાર સંવેદન ખૂબ સરસ અને ફ્યુજનથી વ્યક્ત થયું છે.
હૈયાની વેદના લખે રાધા કઈ રીતે,
પ્હોંચી શકે ભવન સુધી વાદળ મળે નહીં.