જ્ઞાનની કોઈ કિતાબોમાં હવે મળતા નથી,
શબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી?
પ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?
‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,
દૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી?
આંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં એ જ દિલની વાત સાંભળતા નથી !
વ્યર્થ ‘ચાતક’ લાગણીના ગામમાં સૂરજ થવું,
બર્ફના પ્હાડો હવે ઉષ્માથકી ગળતા નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
દક્ષેશભાઈ….
આખેઆખી ગઝલ ખૂબ જ સરસ ભાવવાહી થઈ છે, એમાંય મક્તા વધારે ગમ્યો.
-અભિનંદન.
વાહ! ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
બધા જ શેર મઝાના… અભિનંદન…..
સરસ ગઝલ. બધા જ શેર મનનીય, તાજગીભર્યા.
ચાતકની જેમ રાહ જોતા રહો તો મલશે !
આપણી નકારાત્મકતાને વ્યકત કરી મોઘમ ઇશારે સમજાવતી ભાષાની ગઝલમાં આ વધારે ગમ્યુંઃ-
શબ્દ ઘરની બ્હાર શું સાચે જ નીકળતા નથી?
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?
આંખના મોઘમ ઈશારે જે સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં એ જ દિલની વાત સાંભળતા નથી !
સરસ
મત્લા થી મક્તા સુધી મજાની -સુન્દર ગઝલ…
પ્રેમનો સાચો અરથ સમજાવવા દુનિયામહીં,
કેમ થોડુંયે ભણેલા સાક્ષરો મળતા નથી?
‘હું’ અને ‘તું’ ત્યાગ કરતાં સહજીવન ઉત્સવ થતું,
દૂધમાં શાને છતાં સાકર સમા ભળતા નથી? વાહ કવિ…!! ખુબ ગમ્યું
આંખના મોઘમ ઈશારે એ સમજતાં હાલ-એ-દિલ,
રૂબરૂમાં કેમ દિલની વાત સાંભળતા નથી !
આ પંકિત ખૂબ ગમી. સરસ રચના…