કાળને ક્યારેક હંફાવી શકે,
આદમી શું મોતને મારી શકે ?
ને કિનારે રાહ જોતા સેંકડો,
એકને મઝધારથી તારી શકે ?
આગિયાના તેજથી ઝળહળ બની,
કોઈ સૂરજને કદી ડારી શકે ?
શ્વાસ ને સંવેદનાના જે ધની,
જિંદગીને કોઈ દિ’ હારી શકે ?
એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?
તું પ્રતીક્ષાની કરે ફરિયાદ, પણ
નામ ‘ચાતક’ એ વિના ધારી શકે ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ.
એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?
(નવા જ પ્રતીકો).
સુંદર ગઝલનો મઝાનો મત્લા
કાળને ક્યારેક હંફાવી શકે,
આદમી શું મોતને મારી શકે ?
મૃતકને બદલે મૃત્યુ સાથે સંકળાયેલી ઔપચારિકતાઓની વાત આવે ત્યારે મૃત્યુની મજાક ઉડાડવાનો- તેની ગંભીરતા વેરવિખેર કરવાનો સૌથી જાણીતો-સમાજસ્વીકૃત પ્રસંગ છેઃ બેસણું. ‘મૃત્યું મરી ગયું રે લોલ’ એવો સાહિત્યિક કે ફિલસૂફીભર્યો નહીં, પણ વાસ્તવિક અહેસાસ !!
એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?
વાહ… સુંદર.
સુંદર ગઝલ.
ના ભાઇ, કશું જ શક્ય નથી. મોતને કોઇ મારી ન શકે !
સરસ નાવિન્ય લઈ આવેલી ગઝલ.
ટુંકી બહેરની મજાની પ્રશ્નાર્થ ગઝલ..
આગિયાના તેજથી ઝળહળ બની,
કોઈ સૂરજને કદી ડારી શકે ?
શ્વાસ ને સંવેદનાના જે ધની,
જિંદગીને કોઈ દિ’ હારી શકે ?
એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?….સુંદર.. …!!!
ને કિનારે રાહ જોતા સેંકડો,
એકને મઝધારથી તારી શકે ?
આગિયાના તેજથી ઝળહળ બની,
કોઈ સૂરજને કદી ડારી શકે ?
શ્વાસ ને સંવેદનાના જે ધની,
જિંદગીને કોઈ દિ’ હારી શકે ?
એક શીશી પારકા ગ્લિસરીનથી
કોઈ આંસુ ક્યાં સુધી સારી શકે ?
વાહ્ આખી ગઝલ કાબિલેદાદ્. બહુ જ સુન્દર અભિવ્યક્તિ.
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સાંગોપાંગ સુંદર રચના…..