[audio:/yatri/koshish-kar.mp3|titles=Koshish Kar|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)
મીતિક્ષા.કોમ ના સર્વ વાચકમિત્રોને શુભ દિપાવલી તથા નૂતનવર્ષની અનેકાનેક શુભેચ્છાઓ …
શૂન્યતા તારી ચિતરવા શબ્દથી કોશિશ કર,
વેદના ક્ષણમાં વિસરવા સ્મિતથી કોશિશ કર.
જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ કર.
તું કોઈની લાગણીથી ના પલળ તો ચાલશે,
કમ-સે-કમ અહેસાસ કરવા સ્પર્શથી કોશિશ કર.
આગ લાગે તે સમે ના ખોદ ખાડાઓ મૂરખ,
હોય જે સાધન સહજ ઉપલબ્ધથી કોશિશ કર.
અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.
રાહ જોવાથી અહીં મંઝિલ મળી આવે નહીં,
તું જ થઈ અસવાર ‘ચાતક’, અશ્વથી કોશિશ કર.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.
સરસ ગઝલ …માર્મિક ગઝલ મુકવા બદલ ધન્યવાદ,,,,,,
સરસ પ્રેરણાદાયક ગઝલ.
રાહ જોવાથી અહીં મંઝિલ મળી આવે નહીં,
તું જ થઈ અસવાર ‘ચાતક’, અશ્વથી કોશિશ કર.
બહુ જ સરસ.
તારા શ્વાસથી કોશિશ કર…..
સુંદર રચના દક્ષેશભાઈ,
બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
અભિનંદન !
અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.
આખીયે ગઝલ સરસ રહી. અભિનન્દન.
દિવાળીની શુભેચ્છાઓ..નુતન વર્ષાભિનંદન !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
Inviting you to Chandrapukar…Not seen you there…Hope to see you in the New Year !
દક્ષેશભાઇ,
આપને પણ દિપાવલી અને નૂત્તન વર્ષ નિમિત્તે અઢળક શુભકામનાઓ સાથે સરસ ગઝલ બદલ હાર્દિક અભિનંદન.
અનુક્રમે ચોથો અને પાંચમો શેર વધુ ગમ્યા.
સુંદર ગઝલ સાથે સૌને દિપાવલી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ અને અભિનંદન!
સુધીર પટેલ.
જીવની વિવિધ પળોન અને શક્યતાઓને વ્યક્ત કરતી નમણી ગઝલ, આ ખાસ ગમ્યુ–
….શૂન્યતા તારી ચિતરવા શબ્દથી કોશિશ કર….
આગ લાગે તે સમે ના ખોદ ખાડાઓ મૂરખ,
હોય જે સાધન સહજ ઉપલબ્ધથી કોશિશ કર.
અંતવેળાએ સુધરવાના ધખારા છોડ તું,
પામવા મુક્તિ બિરાદર, જન્મથી કોશિશ કર.
સુંદર
નવવર્ષની શુભેચ્છાઓ.
આતમ દીપ
પ્રગટે દિવાળીએ
એ શુભેચ્છા
બે કોડી સમજવા
શાસ્ત્ર પુરાણ બધા.
જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ કર.
સુંદર ગઝલ.દિવાળી અને નુતનવર્ષની શુભ કામનાઓ
જિંદગીના મર્મને જો જાણવો હો પળમહીં,
તો જરા રોકીને તારા શ્વાસથી કોશિશ
સુંદર…