ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાઓ હોય છે,
અંતમાં ખૂટી પડેલી ધારણાઓ હોય છે.
આવનારી કાલના અંજામની કોને ખબર,
જિંદગી ખોબે ભરી સંભાવનાઓ હોય છે.
દોસ્ત, સાચો પ્રેમ કો’દી મતલબી હોતો નથી,
સો અભાવોનીય વચ્ચે ભાવનાઓ હોય છે.
શોધતાં મળતી નથી જેને ગરીબીની કબર,
જિંદગી એની અવિરત યાતનાઓ હોય છે.
ભેખ જોગીનો ધરીને ચાલવું સ્હેલું નથી,
કૈંક સૂતેલી કમંડલ, કામનાઓ હોય છે.
એક પળ દીદાર એના પામવા ‘ચાતક’ અહીં,
સેંકડો જન્મો કરેલી સાધનાઓ હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
વાહ વાહ ફાઇન ગઝલ…….
સરસ ગઝલ દક્ષેશભાઈ…
-અભિનંદન.
મનગમતી ગઝલ ! આભાર !
સરસ ગઝલની પ્રવાહી અને ગહન સહજતા ગમી ગઇ.વાહ્..
નવીન કાફિયા સાથે સરસ મત્લાવાળી ગઝલ
અનોખા મત્લા સાથેની દમદાર ગઝલ!
સુધીર પટેલ.
સુંદર રચના !
સહજભાવે આવી ગયેલ ઉત્તમ શેર-
આવનારી કાલના અંજામની કોને ખબર,
જિંદગી ખોબે ભરી સંભાવનાઓ હોય છે.
અભિનંદન !
જન્મ્યા પછી જે સ્થિતિઓ આવે છે કે ઉદભવે છે તેમા-ધારણાઓ, ભાવનાઓ, યાતનાઓ, કામનાઓ, સાધનાઓ અને એ દરેકમાંથી ડોકિયાં કરતી સંભાવનાઓ હમેશા શબ્દની શરુઆત જેવી(પ્ર્સ્તાવના) હોય છે જેમાં સર્જનનો અસંતોષ પણ સામેલ છે—-
ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાઓ હોય છે,
અંતમાં ખૂટી પડેલી ધારણાઓ હોય છે…….આ શેર વધારે ગમ્યો.
સરસ ગઝલ. મત્લા બહુ મઝાનો.
ભેખ જોગીનો ધરીને ચાલવું સ્હેલું નથી,
કૈંક સૂતેલી કમંડલ, કામનાઓ હોય છે.
ખૂબ સરસ અભિવ્યક્તિ દક્ષેશભાઈ.
વાહ…!! સુંદર મત્લા અને આ શે’ર પણ અફલાતૂન
દોસ્ત, સાચો પ્રેમ કો’દી મતલબી હોતો નથી,
સો અભાવોનીય વચ્ચે ભાવનાઓ હોય છે.
દોસ્ત, સાચો પ્રેમ કો’દી મતલબી હોતો નથી,
સો અભાવોનીય વચ્ચે ભાવનાઓ હોય છે.
શોધતાં મળતી નથી જેને ગરીબીની કબર,
જિંદગી એની અવિરત યાતનાઓ હોય છે.
વાહ વાહ !