Press "Enter" to skip to content

અનુભૂતિ


(Painting: Amita Bhakta)
[audio:/n/nari-shunyata-ma.mp3|titles=Nari Shunyata Ma|artist=Devesh Dave]
(સ્વર – દેવેશ દવે)
[audio:/yatri/vaagi-rahyo-chhu.mp3|titles=Vaagi rahyo chhu|artist=Raju Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)

નરી શૂન્યતામાં હું વાગી રહ્યો છું,
નિરાકાર, સાકાર, લાગી રહ્યો છું.

કદી બુદબુદા થઈ, કદી ખુદ ખુદા થઈ,
હું મંદિર મસ્જીદ તાગી રહ્યો છું.

ધ્વનિનું છું ઉદગમ, સ્વયં નાદબ્રહ્મ,
હું પડઘો બની ક્યાંક વાગી રહ્યો છું.

પ્રકાશિત સ્વયં હું ભલે દીપ માફક,
હું પડછાયો થઈ ક્યાંક ભાગી રહ્યો છું.

નથી કોઈ બંધન, નથી મોહ-મમતા,
ક્ષણેક્ષણ છતાં કૈંક ત્યાગી રહ્યો છું.

સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

19 Comments

  1. Sudhir Patel
    Sudhir Patel September 26, 2011

    વાહ! દમદાર ગઝલ!!
    સુધીર પટેલ.

  2. Chetu
    Chetu September 26, 2011

    વાહ … એક્દમ આધ્યાત્મિક અનુભૂતિ …!!

  3. Kirtikant Purohit
    Kirtikant Purohit September 26, 2011

    બહુ જ સરસ ગઝલ અને સુંદર અભિવ્યક્તિ.

  4. Himanshu Patel
    Himanshu Patel September 26, 2011

    એકવાર વાંચવાની તો ચોક્કસ ગમે જ ગમે..અને ખાસ તો એમાંનો સુફી ઝોક ગમ્યો.

  5. P Shah
    P Shah September 26, 2011

    હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું…..

    સુંદર ગઝલ !

  6. Ami
    Ami September 26, 2011

    આધ્યાત્મિકતાની સુંદર અનુભૂતિ.. ખૂબ સરસ રચના..

  7. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' September 26, 2011

    સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
    હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું.

    વાહ …!! સુંદર ..!!

  8. Dilip
    Dilip September 26, 2011

    ધ્વનિનું છું ઉદગમ, સ્વયં નાદબ્રહ્મ,
    હું પડઘો બની ક્યાંક વાગી રહ્યો છું.
    ખુબ જ સુંદર આધ્યાત્મિક ગઝલ..માણી..

  9. Manvant Patel
    Manvant Patel September 26, 2011

    નાદબ્રહ્મની અદ્ ભુત વાત કરી તમે તો અમારું દિલ જીતી લીધું ભાઇ…………..આભાર !

  10. Naresh K Dodia
    Naresh K Dodia September 27, 2011

    ધ્વનિનું છું ઉદગમ, સ્વયં નાદબ્રહ્મ,
    હું પડઘો બની ક્યાંક વાગી રહ્યો છું.

    પ્રકાશિત સ્વયં હું ભલે દીપ માફક,
    હું પડછાયો થઈ ક્યાંક ભાગી રહ્યો છું.

    નથી કોઈ બંધન, નથી મોહ-મમતા,
    ક્ષણેક્ષણ છતાં કૈંક ત્યાગી રહ્યો છું.

    સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
    હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું…વાહ દાદા, એકદમ મસ્ત.

  11. Narendra Jagtap
    Narendra Jagtap September 27, 2011

    વાહ વાહ …ફરી એક સરસ નવી ગઝલ માણવા મળી…. ધન્યવાદ

  12. Vishwadeep
    Vishwadeep September 28, 2011

    સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
    હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું. બહુત ખુબ..સુન્દર

  13. Paru Krishnakant
    Paru Krishnakant September 29, 2011

    બહુ જ સરસ અભિવ્યક્તિ. …
    નથી કોઈ બંધન, નથી મોહ-મમતા,
    ક્ષણેક્ષણ છતાં કૈંક ત્યાગી રહ્યો છું.

    સમય છું, કરું ખુદ પ્રતીક્ષા સમયની,
    હું ‘ચાતક’ બની ક્યાંક જાગી રહ્યો છું …. ખુબ સુંદર ..!!

  14. Kishore Modi
    Kishore Modi September 30, 2011

    પ્રકાશિત સ્વયં હું ભલે દીપ માફક,
    હું પડછાયો થઈ ક્યાં ભાગી રહ્ય છું.
    .. આખી ગઝલ સર્વાંગ સુંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.