પ્રેમભીની પાંપણો પોલાદ થઈ શકે,
એક પલકારા થકી પરભાત થઈ શકે.
સખ્ત તારાજી કરે ધસમસ પ્રવાહો પણ,
એક આંસુ ક્યાંક જળપ્રપાત થઈ શકે.
એમને જોવા અગર અપરાધ હોય તો,
એમનાં સપનાં કઠોરાઘાત થઈ શકે.
હો હવા ને હોઠ ને શ્વાસોની અકળામણ,
તો ઉચ્છવાસોમાં ઘણીયે વાત થઈ શકે.
પ્રેમ તો એવી બલા છે, રાજવીઓ શું,
ભલભલાયે મહારથીઓ માત થઈ શકે.
પ્રેમ એ કોઈ ગણિતનો દાખલો નથી,
કે કોઈ ઘટના ભૂંસવાથી બાદ થઈ શકે.
પ્રેમ તો પારસમણિનો સ્પર્શ છે ‘ચાતક’,
આયખું એના થકી આબાદ થઈ શકે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ સુંદર ગઝલ, બધાં શે’ર સરસ થયાં છે..મક્તા શિરમોર…!!!!
સુંદર મક્તા સાથેની સરસ ગઝલ!
સુધીર પટેલ.
સખ્ત તારાજી કરે ધસમસ પ્રવાહો પણ,
એક આંસુ ક્યાંક જળપ્રપાત થઈ શકે….
મનના ભાવો સરસ ઉજાગર થયા છે.
દરેક શેર આસ્વાદ્ય છે.
અભિનંદન દક્ષેશભાઈ !
દક્ષેશભાઇ….નાઇસ ગઝલ…સરસ વિચારો અને બધા જ શેર એકંદરે સરસ બન્યા છે….અભિનંદન્
સરસ વાત લાવ્યા દક્ષેશભાઈ…..
અભિનંદન.
મત્લા અને મક્તા બંને આબાદ લખાયા છે. સરસ.
વાહ ભાઇ વાહ ! મજા આવી ગઇ.
પારસમણી અને ગણિતના દાખલા અંગે વાત ગમી. તમારો આભાર !
સુંદર ગઝલ…
પ્રફુલ ઠાર
પ્રેમ એ કોઈ ગણિતનો દાખલો નથી,
કે કોઈ ઘટના ભૂંસવાથી બાદ થઈ શકે.
પ્રેમ તો પારસમણિનો સ્પર્શ છે ‘ચાતક’,
આયખું એના થકી આબાદ થઈ શકે.
ખૂ બ સું દ ર
યાદ
તારા ને મારા સરવાળાનો દાખલો,
આવડે એક બસ ગણિતમાં.
બાકીમાં …
આ કૃષ્ણ તો તમારી કલ્પનામાં જીવતો એક પ્રેમ છે, સ્વયં!
વાહ.. પ્રેમ વિશેની સરસ અભિવ્યક્તિ.
સખ્ત તારાજી કરે ધસમસ પ્રવાહો પણ,
એક આંસુ ક્યાંક જળપ્રપાત થઈ શકે.
વાહ્..સુન્દર અભિવ્યક્તિ અને પ્રેમનો અહોભાવ પણ
પ્રેમ તો પારસમણિનો સ્પર્શ છે ‘ચાતક’,
આયખું એના થકી આબાદ થઈ શકે.
વાહ..ખૂબ સરસ રચના.
સરસ.
પ્રેમ તો પારસમણિનો સ્પર્શ છે ‘ચાતક’,
આયખું એના થકી આબાદ થઈ શકે.
અફલાતુન …………!
પ્રેમ એ કોઈ ગણિતનો દાખલો નથી,
કે કોઈ ઘટના ભૂંસવાથી બાદ થઈ શકે.
ખરેખર …………. આ પણ એક જળપ્રપાત જ છે ……….! ઃ)