હું હજી શોધી રહ્યો છું જાતને,
તું અરીસો થૈ મને બતલાવને.
ફુલ, ઝાકળ, રેત, દરિયો કે નદી
તું કવિ થઈને મને સરખાવને.
ચાંદ થઈને ઝળહળે આકાશમાં,
આંગણે ક્યારેક મળવા આવને.
આગ હો કે બાગ-એની શી ફિકર,
તું જ આ દુનિયા મને પરખાવને.
ચોતરફ સંગીત તારા પ્રેમનું,
તું જરા એની લિપિ ઉકલાવને.
જિંદગી પળવારમાં વીતી જશે,
તું હથેળી તો જરા સરકાવને.
પ્રેમ, વર્ષા, ઈંતજારી કે વિરહ,
તું જ ‘ચાતક’ થૈ મને સમજાવને.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલ- સુંદર મત્લા, નવીન અભિવ્યક્તિ..
ગમે એવું…
ચોતરફ સંગીત તારા પ્રેમનું,
તું જરા એની લિપિ ઉકલાવને.
જિંદગી પળવારમાં વીતી જશે,
તું હથેળી તો જરા સરકાવને.
મનનીય ગઝલ. વિનમ્ર આજ્ઞાર્થ ભર્યા કાફિયાઓ પછી આવતા એકાક્ષરી રદીફ ‘ને’ નો કાકુ ભાવકને મોહી લે તેવો છે.
સુન્દર ભાવ અભિવ્યક્તિ અને પ્રતિકોથી સજ્જ ગઝલ.
ફુલ, ઝાકળ, રેત, દરિયો કે નદી
તું કવિ થઈને મને સરખાવને.
ચાંદ થઈને ઝળહળે આકાશમાં,
આંગણે ક્યારેક મળવા આવને.
બહુ જ સરસ શેર. વાહ, વાહ.
સુંદર ગઝલ.
પ્રેમ્,વર્ષા,ઇઁતજારી,કે વિરહ !
તુંજ ‘ચાતક’ થૈ મને સમજાવને ! !
રસપ્રદ સર્જનનો અનુભવ થયો.
આભાર દક્ષેશભાઇ ..અભિનંદન !
પઁચમભાઇ સાથે સહમત છુ. સરસ અર્થપૂર્ણ અને ભાવસભર રચના.
જિંદગી પળવારમાં વીતી જશે,
તું હથેળી તો જરા સરકાવને.
સરસ ગઝલ.
બધા જ શેર મનમોહક થયા છે. અભિનંદન.
તું હથેળી તો જરા સરકાવને…..
સરસ નવા કલ્પનોથી સજ્જ નાજુક લયથી શોભતી ગઝલ !
અભિનંદન દક્ષેશભાઈ !
અતિ વિનમ્ર, મૃદુ, મનનીય અને સુન્દર ગઝલ.
સ્વકને ઑળખવા કે મેળવવા નમ્રતાભર્યું વનવવું આદરયુક્ત રહ્યું—
ચોતરફ સંગીત તારા પ્રેમનું,
તું જરા એની લિપિ ઉકલાવને…..
જિંદગી પળવારમાં વીતી જશે,
તું હથેળી તો જરા સરકાવને……..
બહુ જ સરસ ગઝલ ….ગેયતામા પણ ફીટ બેસે છે…..
વાહ! ખૂબ સુંદર ગઝલ!!
સુધીર પટેલ.
થોડા સમય પછી તમારી ગઝલો મ્હાણવાનો સમય મળતા આનંદ થયો.
ખુબ સરસ.
સરયૂ
આખે આખી ગઝલ મને તો ગમી ગઈ ! વાહ !