સ્વપ્ન થૈ મારા નયનમાં આપ આવી તો જુઓ,
જે નથી ધાર્યું કદી તે આજ ધારી તો જુઓ.
શક્યતાઓ શૂન્ય હો ત્યારે જ સર્જનની મજા,
કલ્પનાની પાંખને થોડી પસારી તો જુઓ
કેટલું બેચેન મળવા હોય ભમરાનું જીગર,
જાણવા કો’દિ કમળદલમાં પધારી તો જુઓ
રાતદિ વહેતાં રહ્યાં નરસિંહ-મીરાંની આંખમાં,
એ વિરહના અશ્રુઓ, બે-ચાર સારી તો જુઓ.
આ ઝૂરાપાની વ્યથા શું હોય તેને જાણવા,
શ્વાસ ‘ચાતક’ કોઈના નામે ઉધારી તો જુઓ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
રાતદિ વહેતાં રહ્યાં નરસિંહ-મીરાંની આંખમાં,
એ વિરહના અશ્રુઓ, બે-ચાર સારી તો જુઓ.
આ ઝૂરાપાની વ્યથા શું હોય તેને જાણવા,
શ્વાસ ‘ચાતક’ કોઈના નામે ઉધારી તો જુઓ.
…એક્દમ મસ્ત
શક્યતાઓ શૂન્ય હો ત્યારે જ સર્જનની મજા,
કલ્પનાની પાંખને થોડી પસારી તો જુઓ.
ખૂબ સુન્દર… મજાની ગઝલ…!!!
શ્વાસ ઉધારે તમે કોઇના નામે લેવા માગો છો? એવું તો શક્ય જ ક્યારે બને ? ઊપર જવાની તો હમણાં રજા નહીં મલે ! કમળનું ફૂલ જોતા રહો !
હોવાની શક્યતાના ઝુરાપાની વેધક ગઝલ
શક્યતાઓ શૂન્ય હો ત્યારે જ સર્જનની મજા, અથવા
આ ઝૂરાપાની વ્યથા શું હોય તેને જાણવા,
જે નથી ધાર્યું કદી તે આજ ધારી તો જુઓ…..
વાહ! સુંદર ગઝલના આ શે’ર વધુ ગમ્યાં ..
કેટલું બેચેન મળવા હોય ભમરાનું જીગર,
જાણવા કો’દિ કમળદલમાં પધારી તો જુઓ
રાતદિ વહેતાં રહ્યાં નરસિંહ-મીરાંની આંખમાં,
એ વિરહના અશ્રુઓ, બે-ચાર સારી તો જુઓ
સુધીર પટેલ.
કલ્પનાની પાંખને થોડી પસારી તો જુઓ….
ખૂબ જ સુંદર કલ્પના !
બધા જ શેર સુંદર અને આસ્વાદ્ય થયા છે.
મત્લાના ઉલા મિસરામાં ‘રી’ પ્રાસનો કાફિયા હોત
તો ઓર મઝા આવત !
બહુ જ સરસ ક્લ્પનોનુ જગત રચાયુ. માણી ગઝલ.
સરસ ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.
સરસ અભિવ્યક્તિ દક્ષેશભાઈ…
ગઝલ તો ગમી જ, શ્રી પ્રવીણભાઈનું સૂચન પણ વિચારી જોવા જેવું સ-રસ….
વાહ … સુંદર અભિવ્યક્તિ ..!!!!
શક્યતાઓ…… વાહ ભાઈ વાહ ….
Cannot type it in Gujarati how I feel about your poem, and English words feels રસહીન!!!!!!!!!!
દક્ષેશભાઇ, સરસ ગઝલ. વાહ્ ભાઇ વાહ્..