હાથતાળીને સમજતો હોય છે,
બંધનોમાં તોય ફસતો હોય છે.
આત્મઘાતી આદમી પણ આખરે,
જિંદગી બીજી તલસતો હોય છે.
ઢાઈ અક્ષરમાં સમાવે છે કવિ,
પ્રેમ તો અનહદ વરસતો હોય છે.
ધોધમાં નાહ્યા પછી પણ માનવી
પ્રેમની બુંદો તરસતો હોય છે
એ હશે છોડી જવાની વેદના,
મોતનો ભય તો અમસ્તો હોય છે.
મોકળા મનથી રડી લેનારનો,
એક ચ્હેરો ખૂબ હસતો હોય છે.
દોસ્ત, મોંઘા મોલની ઈન્સાનિયત,
આદમી તો સાવ સસ્તો હોય છે.
કોઈના હૈયા સુધી પ્હોંચી જવા,
આંખ ચાતક સ્હેલ રસ્તો હોય છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
“દોસ્ત, મોંઘા મોલની ઈન્સાનિયત,
આદમી તો સાવ સસ્તો હોય છે”.
ખરેખર લાજવાબ છે …. તમારી ગઝલ ને હું ફેસબુક પર શેર કરું છુ ..
સર્વાંગ સુંદર ગઝલ, મત્લા અને મક્તા બન્ને લાજવાબ થયાં છે.
આમ તો દરેક શે’ર સુંદર પણ આ વધુ ગમ્યા….
એ હશે છોડી જવાની વેદના,
મોતનો ભય તો અમસ્તો હોય છે.
મોકળા મનથી રડી લેનારનો,
એક ચ્હેરો ખૂબ હસતો હોય છે.
આત્મઘાતી આદમી પણ આખરે,
જિંદગી બીજી તલસતો હોય છે.
એ હશે છોડી જવાની વેદના,
મોતનો ભય તો અમસ્તો હોય છે.
વાહ..સાધ્યન્ત સુન્દર ગઝલ બની છે
બહુ જ વિચારણીય ગઝલ. કાફીયા સરસ લીધા છે.
મોકળા મનથી રડી લેનારનો,
એક ચ્હેરો ખૂબ હસતો હોય છે.
મઝાનો મનનીય શેર.
ધોધમાં નાહ્યા પછી પણ માનવી
પ્રેમની બુંદો તરસતો હોય છે.
દોસ્ત, મોંઘા મોલની ઈન્સાનિયત,
આદમી તો સાવ સસ્તો હોય છે.
આત્મઘાતી આદમી પણ આખરે,
જિંદગી બીજી તલસતો હોય છે.
…… વાહ વાહ માલીક આ ત્રણ શેર તો ખરેખર લાજવાબ છે… મિત્ર તમને દીલથી ખુબ ખુબ અભિનંદન
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
“દોસ્ત, મોંઘા મોલની ઈન્સાનિયત,
આદમી તો સાવ સસ્તો હોય છે”.
…………….વાહ! ખરી વાત છે…
આપનાં બધાં કાવ્યો વાંચવા કેમ બહુ ગમે છે ?
સરસ ગઝલ….
કોઈના હૈયા સુધી પ્હોંચી જવા,
આંખ ચાતક સ્હેલ રસ્તો હોય છે…
લાજવાબ મક્તા !
બધા જ શેર આસ્વાદ્ય થયા છે.
ખુબ સુન્દર ગઝલ …દક્ષેશભાઈ ..આખી ગઝલ માણવાલાયક ..
ધોધમાં નાહ્યા પછી પણ માનવી
પ્રેમની બુંદો તરસતો હોય છે
મને પણ મન થયું,…
નોંધ જે લેતો નથી ઉપહારની
જીન્દગીભર એજ રડતો હોય છે
મોંઘા મોલની ઈન્સાનિયત….વાહ દક્ષેશભાઈ!
આદમી તો સાવ સસ્તો હોય છે…સંવેદનાઓથી ભરી સરસ વાત લાવ્યા…
-અભિનંદન.
સરસ ગઝલ એમાં આ વધારે ગમ્યું
એ હશે છોડી જવાની વેદના,
મોતનો ભય તો અમસ્તો હોય છે.
સરસ ગઝલ. બધા જ શેર આસ્વાદ્ય લાગ્યા.