રાત બારીની નીચે રડતી રહી,
વેદનાઓ દ્વારને છળતી રહી.
સાંજને આંગણ ઉદાસીનાં સૂરજ,
આંખમાં પરછાંઈઓ ઢળતી રહી.
ચાંદની પાલવ પ્રસારી ના શકી,
આગિયાઓની દુઆ ફળતી રહી.
આયખાના અંતની લઈ આરજૂ,
એક મીણબત્તી પછી બળતી રહી,
સ્પર્શનો ઉજાસ પ્હોંચે ક્યાં લગી,
રોશનીમાં લાગણી જલતી રહી.
શૂન્યતાનાં બારણાં ખખડ્યાં કર્યાં,
સ્તબ્ધતાઓ કોઈને નડતી રહી.
આંખમાં ‘ચાતક’ હતી તસવીર ને,
ફ્રેમ શ્વાસોને સતત જડતી રહી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
રાત બારીની નીચે રડતી રહી,
વેદનાઓ દ્વારને છળતી રહી.
બહુ જ સરસ
વિરહને પરિધાન કરી ઉઘડતી ગઝલ સતત ઉજાસને શોધતી રહી છે,,,વાહ…
સરસ ગઝલ.
સરસ ગઝલ-
શિર્ષકને બરોબર વળગીને ભાવવહન થયું છે દક્ષેશભાઈ….-અભિનંદન.
સરળ રીતે વહી જતી સુન્દર ગઝલ..!!
દરેક શે’ર લાજવાબ થયાં છે, આ જો કે વધુ ગમ્યો..
સ્પર્શનો ઉજાસ પ્હોંચે ક્યાં લગી,
રોશનીમાં લાગણી જલતી રહી.
વેદનાઓ દ્વારને છળતી રહી…..
સુંદર ગઝલ !
આખી ગઝલ આસ્વાદ્ય છે,
મત્લા અને મક્તાના શેર તો લાજવાબ થયા છે.
અભિનંદન !
આયખાના અંતની લઈ આરજૂ,
એક મીણબત્તી પછી બળતી રહી,
સરસ શેર.
શૂન્યતાનાં બારણાં ખખડ્યાં કર્યાં,
સ્તબ્ધતાઓ કોઈને નડતી રહી.
સુંદર ગઝલમાં આ શેર વધારે ગમ્યો.
ભાઈશ્રી,
સરસ રચના.
છેલ્લે ફ્રેમ શબ્દ કઠે છે.
સરયૂ
વાહ..ખૂબ સરસ..