સબંધે સબંધે તિરાડો મળે છે,
અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !
ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ,
સતત શ્વાસમાંહી નિભાડો મળે છે.
બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે,
હૃદય-ભોમકા પર વરાળો મળે છે.
સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી,
પછી ઘરમહીં એક અખાડો મળે છે.
અગન હર દિલોમાં, વ્યથા હર જીગરમાં,
ફકત લાગણીનો હિમાળો મળે છે.
હવે ચાલ ‘ચાતક’ તું એવા નગરમાં,
જ્યહીં સ્પર્શ કોમળ હુંફાળો મળે છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ઉપેક્ષિત નયનમાં નિરાધાર આંસુ,
સતત શ્વાસમાંહી નિભાડો મળે છે.
વાહ ખૂબ સરસ…
પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !
સુંદર રચના !
સમી સાંજ થાતાં સમજ અસ્ત થાતી,
પછી ઘરમહીં એક અખાડો મળે છે…. ભાઇ આ શેર ગજબનો છે અને વાસ્તવિક રજુઆત
સબળ પ્રતીકો રૂપે પ્રયોજાયેલા કાફિયાઓના સ્તંભ અને ગૂઢાર્થો પર આખી ગઝલ ઊભી છે. લગાગાના આવર્તનોની પ્રવાહિતા પણ ધ્યાનાર્હ છે.
પ્રેમની કોમળતાને પામવાની ઝંખના સરસ અભિવ્યક્ત થઈ છે.
હવે ચાલ ‘ચાતક’ તું એવા નગરમાં,
જ્યહીં સ્પર્શ કોમળ હુંફાળો મળે છે.
આ પંક્તિઓ યાદ કરાવી ગઈ નીચેની પંક્તિ
..ચલ ચકવા ઉન દેશ જઈએ
જહાં દિન રેન ન હો….
પછી ઘર મહીં અખાડો મળે છે ! વાહ ભાઇ વાહ !
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વાહ, સરસ
બધા શે’ર ખૂબ સરસ છે.
સબંધે સબંધે તિરાડો મળે છે,
અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !
વધુ ગમ્યો…
સબંધે સબંધે તિરાડો મળે છે,
અહીં પ્રશ્ન સૌનો નિરાળો મળે છે !
વાસ્તવિકતાની ભૂમિ પર ખેડાયેલી સુંદર ગઝલ…
સુન્દર મત્લા, ટુંકી બહેરમાં મજાની ગઝલ….
આમ તો દરેક શે’ર મજાના છે પણ આ વધારે ગમ્યું..
બની પ્રેમ વાદળ ભલે રોજ વરસે,
હૃદય-ભોમકા પર વરાળો મળે છે.
મઝાની લયમાં વહેતી અને વાંચકને વહેવડાવતી રચના.