Press "Enter" to skip to content

આંખોમાં અંજાય નહીં

સૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં,
પડછાયાના રંગોથી ઘર-ભીંતોને રંગાય નહીં.

સપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,
તો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.

અમૃતમંથનમાંથી નીકળેલું અમૃત ખૂટે પળભરમાં,
અહીં વેર-ઝેરમાં સડતો માણસ, સડવાથી ગંધાય નહીં.

હીરા-મોતી ને વૈભવની છે ભૂખ ભયંકર માણસને,
એ લાખ કરે કોશિશ છોને, અહીં દોલતને રંધાય નહીં.

તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.

આ આવરણોની દુનિયામાં ‘ચાતક’ છે ગામ અરીસાનાં,
અહીં ચ્હેરા તો ઢંકાય સહજ પણ જાત કદી ઢંકાય નહીં.

– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’

14 Comments

  1. Pragnaju
    Pragnaju May 20, 2011

    અમૃતમંથનમાંથી નીકળેલું અમૃત ખૂટે પળભરમાં,
    અહીં વેર-ઝેરમાં સડતો માણસ, સડવાથી ગંધાય નહીં.

    હીરા-મોતી ને વૈભવની છે ભૂખ ભયંકર માણસને,
    એ લાખ કરે કોશિશ છોને, અહીં દોલતને રંધાય નહીં.
    સ રસ

  2. Manvant Patel
    Manvant Patel May 20, 2011

    ખરી વાત છે જાત કદી ઢઁકાય નહીઁ.
    બધી સાચી વાતો છે ભાઇ ! આભાર !

  3. Sapana
    Sapana May 21, 2011

    સપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,
    તો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.
    દ્ક્ષેશભાઈ ખૂબ સરસ!
    સપના

  4. અશોક જાની 'આનંદ'
    અશોક જાની 'આનંદ' May 21, 2011

    સૂરજના કિરણોથી ઉઘડતી ગઝલના દરેક શે’ર અર્થપૂર્ણ અને માણવા લાયક થયા છે.
    આ વિશેષ ગમ્યુ..
    સપનાનાં વાવેતર કરતાં પાક ઉગે જો વિસ્મયનો,
    તો માણસ થઈને, માણસથી કૈં કાચસમું ભંગાય નહીં.
    તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
    ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.

  5. Dr P A Mevada
    Dr P A Mevada May 21, 2011

    સુંદર ભાવભરી પંક્તિઓ છે.
    “તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
    ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.”

  6. P Shah
    P Shah May 21, 2011

    સૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં…

    સુંદર મત્લા અને મક્તાથી રસાયેલ મૂદુ સૂર્યકિરણો શી ગઝલ !
    અભિનંદન દક્ષેશભાઈ !

  7. Himanshu Patel
    Himanshu Patel May 21, 2011

    સૂરજના કિરણો ચાળીને આંખોમાં અંજાય નહીં,
    પડછાયાના રંગોથી ઘર-ભીંતોને રંગાય નહીં.
    નવી વાત અને નવી અભિવ્યક્તિ.

  8. Kirtikant Purohit
    Kirtikant Purohit May 21, 2011

    સુઁદર કલ્પનો સાથેની મનોગમ્ય રચના
    વાહ……

  9. દક્ષેશભાઈ..સુંદર ગઝલ. છેલ્લા બે શેર ખાસ ગમ્યા. અભિનંદન
    તું શંકાનો ધાગો લૈને મારે સંબંધો પર બખિયા,
    ઓ દોસ્ત, દોસ્તીની ચાદરને એ રીતે સંધાય નહીં.

    આ આવરણોની દુનિયામાં ‘ચાતક’ છે ગામ અરીસાનાં,
    અહીં ચ્હેરા તો ઢંકાય સહજ પણ જાત કદી ઢંકાય નહીં.

  10. Kanchankumari P Parmar
    Kanchankumari P Parmar May 28, 2011

    ભરી આખોમાં આંસુ નાવડી મેં તરતી મુકી ને થાકી હલેસા મારી તોય કિનારે જઈ ક્યાંય અટકી નહિ ….

  11. Sudhir Patel
    Sudhir Patel May 30, 2011

    વધુ એક સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  12. Narendra jagtap
    Narendra jagtap May 30, 2011

    ખુબ ખુબ ખુબ જ સરસ રચના… બહોત ખુબ …વાહ વાહ

Leave a Reply to Narendra jagtap Cancel reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.