[audio:/a/aapni-ankhon-ma.mp3|titles=Aapni ankhon ma|artist=Yatri]
(તરન્નૂમ – રાજૂ યાત્રી)
આપની આંખોમાં છૂપા કેટલા પયગામ છે,
આપની આંખો મદિરા ને નયન મુજ જામ છે.
આપના હોવાથી રોશન થાય છે સાતે ગગન,
આપની ઝુલ્ફો ખુલે તો થાય ઢળતી શામ છે.
આપના સંસ્પર્શથી ઝૂમી ઉઠે આખું ચમન,
આપ ના આવો તો ગુલશનના ફુલો નાકામ છે.
આપને મંઝિલ ગણી કૈં કેટલા શમણાં જીવે,
આપ તો હૈયા ને હોઠોમાં ચણાતું નામ છે.
આપની માસુમિયત પર આ લખેલી છે ગઝલ,
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ.
છવિ અને ગઝલની માસુમિયતમાં રખે ભાવક નિઃશબ્દ ન બની જાય!
દક્ષેશભાઈ, આંખૉ પર પ્રણયરંગીન સુંદર ગઝલ..
આપને મંઝિલ ગણી કૈં કેટલા શમણાં જીવે,
આપ તો હૈયા ને હોઠોમાં ચણાતું નામ છે.
આપની માસુમિયત પર આ લખેલી છે ગઝલ,
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે.
આપકી આંખોંમે..યાદ આવી ગયું..
દિલીપભાઈ,
તમે બરાબર પારખ્યું. આપ કી આંખો મેં … મારું મનપસંદ ગીત છે. એને મનમાં ગણગણતા જ આની રચના થયેલ. એથી આ વાંચતા એ યાદ આવે એ સ્વાભાવિક છે.
ઐશ્વર્યા ની તસ્વીર જેટલી અસરકારક છે તેટલા જ ગઝલના શે’ર…!!
ખુબ નાજુક પ્રણય ભીના શબ્દોની આહ્લાદક રજૂઆત.
આપના સંસ્પર્શથી ઝૂમી ઉઠે આખું ચમન,
આપ ના આવો તો ગુલશનના ફુલો નાકામ છે.
વાહ…!!
સાચી વાત છે દક્ષેશભાઈ, ગઝલનો મત્લા વાંચતાની સાથે જ ‘આપકી આંખોંમેં’ યાદ આવી ગયું. બહુ સરસ ગઝલ બની છે. મક્તા પણ જોરદાર થયો છે. અને એમાં ય ગઝલ ઉપર ઐશ્વર્યાની તસ્વીરે તો ચાર ચાંદ લગાવી દીધા આ ગઝલમાં.
આપની માસુમિયત પર આ લખેલી છે ગઝલ,
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે.
શિર્ષકથી માંડી નીચે ‘ચાતક’ના નામ સુધી બધું તરબતર રહ્યું, પ્રેમથી પાસ દીધેલું.
આપની આંખો મદિરા ને નયન મુજ જામ છે…
કોનો ફોટો છે તેની તો ખબર નથી, પરઁતુ ગીત ચોક્કસ દમવાળુઁ છે. ને શવ્દો ગમવાળા છે તેમજ ખૂબ જ અસરકારક ભવ્ય છે ! આભાર !
અશ્વર્યા બચ્ચન્ને સરસ ભાવાઁજલી. સરસ પ્રણય પ્રચુર ભાવવાહિ રચના.
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે…..
તસ્વીરથી વધુ સુંદર તમારા શબ્દોનું સૌંદર્ય છે.
એ સૌઁદર્ય સામે ભાવક અશબ્દ બને છે.
સુંદર રચના !
અભિનંદન ! દિલસે !
સુંદર ગઝલ
પણ
આપની માસુમિયત પર આ લખેલી છે ગઝલ,
તોય ‘ચાતક’ની કલમ શાને થઈ બદનામ છે.
બરોબર નથી લાગતું.
આપની કલમ યશવાન થઈ છે.
એક ફકીરની વાત યાદ આવે છે. સ્વરુપવાન સ્ત્રીને જોતા સામાન્યને હરકત બદનામ લાગી પણ જ્યારે તેની વાત સાંભળી -ઐસા સૌંદર્ય દેનેવાલા ખુદા સુંદર હોગા…
દક્ષેશભાઈ, ભર ઉનાળે મનને ધોધમાર વરસાદનો અનુભવ કરાવી ગઈ તમારી ગઝલ…!
આપને મંઝિલ ગણી કૈં કેટલા શમણાં જીવે,
આપ તો હૈયા ને હોઠોમાં ચણાતું નામ છે
એક્દમ સરસ …
હોઠોના જામનો આ તો કેવો નશો ….છુ બેભાન તોય હોઠો પર તમારુ નામ છે!!!!!!
સુંદર ગઝલ!
સુધીર પટેલ.