એક ક્ષણ હું હોઉં છું ને એક ક્ષણ હોતો નથી,
તે છતાં મારી હયાતી કોઈ પરપોટો નથી.
પર્ણ પર ઝાકળ થઈ ઝળહળ થનારો માનવી
હું, જીવનના મર્મને પળવારમાં ખોતો નથી.
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી.
અંધ ‘મા’ ની આંખમાં એ પ્રશ્ન જોઈને રડ્યો,
કેમ બાળક જન્મતાંની સાથમાં રોતો નથી ?
કોયડો આપીશ ના જેને ઉકેલી ના શકું,
જિંદગી તુજ પ્રશ્નનો ઉત્તર ખરો-ખોટો નથી.
લોક ‘ચાતક’ કહી ભલે બિરદાવશે ધીરજ છતાં,
મોતની પાસે પ્રતીક્ષાનો સમય હોતો નથી.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
મઝાની ગઝલ. બધા જ શેર અર્થપુર્ણ. આ શેર તો ખુબ જ ગમ્યા.
કોયડો આપીશ ના જેને ઉકેલી ના શકું,
જિંદગી તુજ પ્રશ્નનો ઉત્તર ખરો-ખોટો નથી.
લોક ‘ચાતક’ કહી ભલે બિરદાવશે ધીરજ છતાં,
મોતની પાસે પ્રતીક્ષાનો સમય હોતો નથી.
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી…….
વાહ વાહ સરસ ગઝલ …દક્ષેશભાઇ… બહુ જ મઝાના શેર બન્યા છે…
સરસ. મત્લા અને મક્તા બહુ મઝાના.
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી…….
પર્ણ પર ઝાકળ થઈ ઝળહળ થનારો માનવી
હું, જીવનના મર્મને પળવારમાં ખોતો નથી..
વાહ સુન્દર શબ્દો…!!
મોતની પાસે પ્રતીક્ષાનો સમય હોતો નથી….
ખૂબ સુંદર રચના !
મત્લા અને મક્તા મજાના થયા છે.
અભિનંદન, દક્ષેશભાઈ !
લાગણી, સંવેદના કેવળ કવિને હાથ છે,
જિંદગીને ગદ્યરૂપે હું છતાં જોતો નથી.
આ ગમ્યું અને સમગ્ર ગઝલ એની ભાષા,મત્લા અને મક્તાને કારણે આસ્વાદ્ય રહી.પર્પોટાની ક્ષણિકતામાં પણ ‘જીવનના મર્મને પળવારમાં ખોતો નથી..કવિ ખુમારી જચી..
ખુબ સુંદર ગઝલ, ઉમદા શે’ર ,મત્લા અને મક્તા ખાસ ઉલ્લેખનીય
પૂરી ગઝલ માણવાની મજા પડી…અભિનંદન દક્ષેશભાઈ..
એક ક્ષણ હું હોઉં છું ને એક ક્ષણ હોતો નથી,
તે છતાં મારી હયાતી કોઈ પરપોટો નથી.
નવા કલ્પનોથી સભર વધુ એક સુંદર ગઝલ..
ખુબ સરસ ગઝલ,
લોક ‘ચાતક’ કહી ભલે બિરદાવશે ધીરજ છતાં,
મોતની પાસે પ્રતીક્ષાનો સમય હોતો નથી.
વાહ.
મોતની પાસે પ્રતિક્ષાનો સમય હોતો નથી.
સાચી વાત કહી દક્ષેશભાઇ…..આભાર !
બહુ સરસ રચના. તમારી ઘણી સરસ ગઝલોમાંની એક.
સરયૂ
કોયડો આપીશ ના જેને ઉકેલી ના શકું,
જિંદગી તુજ પ્રશ્નનો ઉત્તર ખરો-ખોટો નથી..
પરપોટો બની આખી જિંદગી જીવ્યો છું ….. ને ક્યાંક ફુટી જાઉં એ ડરથી તો આઘોઆઘો રહ્યો છું …