એક નહીં પણ એકસો સત્તર મળે,
ઝાંઝવાની જાત પણ સધ્ધર મળે!
ચાંદ સાથે રૂ-બ-રૂ વાતો કરે,
કોઈ ચહેરા એટલા અધ્ધર મળે.
ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે,
આદમીરૂપે કદી અત્તર મળે.
લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.
આયનામાં ઝાંખ, આતમરામજી,
ક્યાંક સૂતો એક દસકંધર મળે.
શબ્દના પ્હાડો ઉલેચી નાખતાં,
શક્ય ‘ચાતક’, મૌનનો ઉંદર મળે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સરસ ગઝલ. આખી ગઝલમાં positive attitude નજરે ચડે છે. અભિનંદન.
Vah….dhanyavad…………Abhinandan.
tara shabdo ni chot mane lagi,
Me aaj, mara hainyani lagani dubhavi.
મનનીય શે’ર સાથેની સુંદર ગઝલ, આ ગમ્યું…
ને મરણની બાદ પણ મ્હેંક્યા કરે,
આદમીરૂપે કદી અત્તર મળે.
લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.
અભિનંદન દક્ષેશભાઈ..!!
રેતના સહરામહીં ઝાકળ મળે…
સુંદર રચના ! બધા જ શે’ર આસ્વાદ્ય થયા છે.
નવા કાફિયા સાથે સંવેદનો સરસ રીતે ઉજાગર થયા છે.
અભિનંદન, દક્ષેશભાઈ !
સરસ ગઝલ થઇ છે દક્ષેશભાઈ….
-અભિનંદન.
ને મરણની બાદ પણ મહેક્યા કરે;
આદમીરૂપે કદી અત્તર મળે ! વાહ !
લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.
આયનામાં ઝાંખ, આતમરામજી,
ક્યાંક સૂતો એક દસકંધર મળે.
સરસ
સરસ ગઝલ.
દસકંધર (દશાનન)નો ગઝલમાં કદાચ પહેલી વાર ઉપયોગ થયો હશે. કાકભુશુંડીની રામકથાનો દોહરો વિસ્મયના ઉત્ખનનમાં નીકળે.
ખુબ સરસ !!! આપણે અંતરના આયનામાં ઝાંખીએ તો એક નહીં અઢાર દુર્ગુણો જોવા મળશે. માર્મિક ટકોર ધન્યવાદ !!!
ગુજરાતના સ્થાપના દિનની શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત..
લાગણીના કાન સરવા રાખ, તો
ઢાઈ અક્ષરનો તને મંતર મળે.
એક સુંદર ગઝલ, ગમી વાંચવાની.