[audio:/e/ena-ghare.mp3|titles=Ena Ghare|artist=Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)
કોઈ દૂરી ક્યાં નડે છે પ્હોંચતા એના ઘરે,
હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે.
વર્ણ-જાતિ-ભેદની તકરારના કિસ્સા ખતમ,
રંક-રાજા સહુ મળે છે પ્રેમથી એના ઘરે.
એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે.
એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ,
શ્વાસમાં પત્રો બીડું છું રોજ હું એના ઘરે.
ધમપછાડા ત્યાં જવાના છોડ ‘ચાતક’, આખરે
લોક ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
”આપણે અહીં પોકાર કરીએ અને પડઘા એને ત્યાં પડે”
સરસ.
ધમપછાડા ત્યાં જવાના છોડ ‘ચાતક’, આખરે
લોક ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે.
વાહ….અભિનંદન .. ખુબ સરસ
જેટલી હળવાશથી લખાઈ છે આ ગઝલ તેટલી જ હળવાશથી મે વાંચી.
એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ,
શ્વાસમાં પત્રો બીડું છું રોજ હું એના ઘરે……અને આ વાંચી
ધમપછાડા ત્યાં જવાના છોડ ‘ચાતક’, આખરે
લોક ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે…. પેલું નરસિંહ મહેતાને નામે લખેલું ભજન ‘ઉંચી મેડી’ અને કૈલાસ પંડીતની ગઝલ ‘ઉંચકી લઈ ગયા કૈલાસને..’ યાદ આવે છે.
એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે.
ઉપરાંત મક્તા વડે શોભતી સુંદર ગઝલ. પ્રતિકમાં સુંદર બુધ્ધ પ્રતિમા શિર્ષકે બહુ જ સુચિત છે.
વાહ વાહ સરસ ગઝલ …બધાજ શેર ખુબ સુરત …મક્તાનો શેર તો વાહ વાહ બહોતખુબ
એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે.
એ જ શ્રદ્ધા સાથ કે એ વાંચશે કોઈ દિવસ,
શ્વાસમાં પત્રો બીડું છું રોજ હું એના ઘરે.
સરસ
આખી ગઝલ રસરસ થઇ છે.
હું અહીં દીપક જલાવું, ઝળહળે એના ઘરે.
વાહ !
અભિનંદન !
સુંદર વિભાવનાઓ અભિવ્યક્ત કરતી સુંદર ગઝલ, મજાના મત્લાથી ઉઘડતી આખી ગઝલ દરેક અર્થપૂર્ણ શે’ર સાથે ખળ ખળ
વહે છે તેથી કાફિયા નહિ જળવાયાનો દોષ ખરી પડે છે….
આ શે’ર તો ખુબ જ ગમ્યો…
એક બાળકનું કુતૂહલ એટલે શમતું નથી,
કોઈ પંડીત-મૌલવી દીઠા નહીં એના ઘરે.
મને મારો આજ બહેરમાં લખાયેલો એક શે’ર યાદ આવી ગયો, કે…
હું ગયો વિદ્વત સભામાં હાથમાં લઇ પુસ્તકો,
એક બાળક પ્રેમની સમજણ લઇ આવ્યું હતું..
ખૂબ જ સુંદર ગઝલ!
તરન્નુમ પણ બહુ જ ભાવવાહી છે!
સુધીર પટેલ.
ખુબ સુન્દર
ધમપછાડા ત્યાં જવાના છોડ ‘ચાતક’, આખરે
લોક ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે.
તમારી અને એની વચ્ચે લોક કયાં આવ્યા .. તમને તો એજ ઉંચકી લઈ જશે આરામથી એના ઘરે.