[audio:/m/malhar-ma-gavu-ghate.mp3|titles=Malhar ma Gavu Ghate|artist=Yatri]
(તરન્નુમ – રાજુ યાત્રી)
ઝાંઝવા થૈને સરોવરમાં કદી ન્હાવું ઘટે,
જિંદગીના ગીતને મલ્હારમાં ગાવું ઘટે.
વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે,
લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે.
એમની વાતો સરળ ને સાવ સીધી હોય, છો,
એમની વાતે કદી અમથુંય ભરમાવું ઘટે.
રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે,
આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે.
રાતદિ ઉપકાર કરતા વૃક્ષને કાપ્યા પછી,
માનવી થઈને હવે સાચે જ શરમાવું ઘટે.
જિંદગી ‘ચાતક’ રહસ્યો ખોલશે, તો શું થશે,
સ્વપ્નની કોમળ ત્વચા, એનુંય તરડાવું ઘટે.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
આપણે બાળક બની ક્યાક ખરડાવુ ઘટે…..બહુ સુન્દર રચના.
બધા જ શે’ર દમદાર થયા છે!
સુધીર પટેલ.
સાદ્યંત સુંદર ગઝલ.
રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે,
આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે.
રાતદિ ઉપકાર કરતા વૃક્ષને કાપ્યા પછી,
માનવી થઈને હવે સાચે જ શરમાવું ઘટે……..ખુબ જ સરસ ગઝલ છે… ખુબ જ ગમી….
રેતવાળો શેર અને મક્તા સરસ રહ્યા.
સુંદર ગઝલ અને એટલી જ સુંદર રજુઆત .. મજા આવી.
ખુબ સુંદર ગઝલ.. મજાના અર્થપૂર્ણ શે’ર…
વાહ..
વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે,
લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે.
રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે,
આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે.
રાતદિ ઉપકાર કરતા વૃક્ષને કાપ્યા પછી,
માનવી થઈને હવે સાચે જ શરમાવું ઘટે.
જીવનની ઢાંકેલી ઉણપોને વ્ય્ક્ત કરતી ગઝલ. આ વધારે ગમ્યું-
રેતના ઘર બાંધવા હેતાળ સાગરના તટે,
આપણે બાળક બનીને ક્યાંક ખરડાવું ઘટે.
તરન્નુમમા સુંદર રજુઆત
રાતદિ ઉપકાર કરતા વૃક્ષને કાપ્યા પછી,
માનવી થઈને હવે સાચે જ શરમાવું ઘટે.
જિંદગી ‘ચાતક’ રહસ્યો ખોલશે, તો શું થશે,
સ્વપ્નની કોમળ ત્વચા, એનુંય તરડાવું ઘટે.
વાહ્
સરસ ગઝલ છે.આભાર !
ગઝલ લખી ત્યારથી જ આ ગડમથલ ચાલે છે. ..
ઝાંઝવા થઈને કદી સરવરમહીં ન્હાવું ઘટે – રાખવું કે
ઝાંઝવા થઈને સરોવરમાં કદી ન્હાવું ઘટે … ક્યારેક મન પણ બાળક બની રમ્યા કરે છે .. 🙂
મલહાર ગાતા ગાતા ય તરડાય જિંદગી તોય થિગડા દૈ ને જિવવુ ઘટે ……..
વેદના વચ્ચે ખડકની જેમ ઊભા શું તમે,
લાગણીના સ્પર્શથી ક્યારેક ચીરાવું ઘટે.
ખૂબ સરસ ગઝલ