કાચની કિસ્મત મહીં તો તૂટવાનું હોય છે,
કેમ નારીના નસીબે કૂટવાનું હોય છે ?
બાગમાં ખીલી જવાથી ભાગ્ય પલટાતું નથી,
ક્યાંક ફુલોના નસીબે ચૂંટવાનું હોય છે.
શ્વાસની હર વારતાનો સાર કેવળ એટલો,
જિંદગી પ્રત્યેક ક્ષણ બસ ખૂટવાનું હોય છે.
મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.
આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.
જેમણે ત્યાગી દીધું સર્વસ્વ એની ચાહમાં,
એમને ‘ચાતક’ હવે શું લૂંટવાનું હોય છે ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
EXCELLENT!!!
જેમણે ત્યાગી દીધું સર્વસ્વ એની ચાહમાં,
એમને ‘ચાતક’ હવે શું લૂંટવાનું હોય છે ?
ગઝલના નામે ભલે મેં નકલ કરી; મારે તો બસ તારા હૈયે પહોંચવાનું હોય છે ……
દક્ષેશભાઇ નમસ્કાર…. મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
……આ શેર અને છેલ્લા બે શેર…વાહ વાહ ભાયા મજો આવી ગયો
મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
આ બે પંક્તીઓ ઘણું બધું કહી જાય છે, સુંદર દક્ષેશ ભાઇ ખૂબ જ સુંદર.
અંતરના ઘુંટનને વ્યકત કરતી આ ભાષા દિલોદિમાગને અડકી ગઈઃ આ વધારે ગમ્યા
ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.
આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.
ખૂબ જ અર્થસભર ગઝલ. દરેક શેર એક સચોટ વાત લઈને આવે છે. બધા જ શેર મનને ઢંઢોળી નાંખે છે. એમાં ય આ બે શેર તો ..! વલ્લાહ ક્યા બાત હૈ …!!!
મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.
મારી હમણાં જ લખાયેલી હઝલ નો મત્લા પણ આવી જ કંઇક વાત કહે છે ઃ
કરમ કથની કહીને કોઈને શું કાઢશો કાંદા ?
હસી કાઢી તમોને લોક પણ ગણશે જરા ગાંડા.
સરસ ગઝલ !! બધાં શેર ગમ્યા !..
સપના
વાહ ! ખૂબ જ સરસ ગઝલ થઈ છે.
આ શેર તો ખરેખર કાબિલેદાદ થયો છે.
આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે…
અભિનંદન !
સરસ ગઝલ.
ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.
આ ગઝલ તો વ્યક્ત થાવાનું ફકત બ્હાનું હશે,
આમ તો સંવેદનાને ફૂટવાનું હોય છે.
સુંદર રચનાના આ શેર વધુ ગમ્યા..
મોતના નામે હવે ગભરાવશો કોઈ નહીં,
શ્વાસની જંજાળથી બસ છૂટવાનું હોય છે.
ક્યાં સુધી કહેતા રહેશો લોકને એના વિશે ?
દર્દ તો કેવળ હૃદયમાં ઘૂંટવાનું હોય છે.