એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.
હોઠ પર આવી અને અટકી ગયેલી વાતને,
આંખમાં થીજી ગયેલા ભાવ બોલી જાય છે.
કોઈની ઉત્તેજના, આંસુ, વ્યથા, આઘાતને
ફેરિયો વાંચ્યા વિના સસ્મિત તોલી જાય છે !
ને હૃદયના કોઈ ખૂણામાં મુકેલી લાગણી
બર્ફની માફક સમય બિન્દાસ છોલી જાય છે.
ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે.
કોઈ તો સંબંધ ‘ચાતક’ એમની સાથે હશે,
એમના દર્દો મને શું કામ ફોલી જાય છે ?
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ઝૂમવા માટે મદિરાની જરૂર નથી. પ્રેમમાં માણસ પીધા વિના જ ડોલી જાય છે !!!!! પ્રેમનો નશો કાંઈ ઓર જ હોય છે !!!!!
પ્રેમ એટલે સમર્પણ ???? શરાબ નહીં …
સરસ ગઝલ. બધા જ શેર શેરિયતથી ભર્યાભર્યા અને આસ્વાદ્ય છે.
સરસ ગઝલ!
સુધીર પટેલ.
એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.
સરસ ગઝલમાં મત્લાનો શેર વધુ ગમ્યો.
ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે
યાદ આવે
‘મરીઝ’ એની ન્યામતનું શું પૂછવાનું?
ફળોમાં, અનાજોમાં દીધી મદિરા.
સરસ નમણી ગઝલ
સરસ ગઝલ!!!!
સરસ ગઝલ !
એક આંસુ આંખમાંથી બ્હાર ચાલી જાય છે,
ભીતરી સંવેદનાનું દ્વાર ખોલી જાય છે.
દક્ષેશભાઈ..સુંદર ગઝલ ! ગમી ! પણ …. આ અંતે સવાલ કેમ ?
પધાર્જો ચંદ્રપૂકાર પર…..નથી આવ્યા ઘણા સમય થયા…સાથે મિતિક્ષાબેન ( ભાભી)ને પણ લાવજો..આનંદ થશે. હા, ગઝલકાર નથી તો વાંચી નારાજ ના થશો !
કોઈની ઉત્તેજના, આંસુ, વ્યથા, આઘાતને
ફેરિયો વાંચ્યા વિના સસ્મિત તોલી જાય છે !
આ ઉપરાંત આ ગઝલનો ઉત્તમ શેર આ પણ
ઝૂમવા માટે મદિરા જોઈએ એવું નથી,
પ્રેમમાં માણસ વિના પીધેય ડોલી જાય છે.
બહોત ખુબ થ્રુઆઉટ.. વાહ વાહ ગઝલ