તસવીર – Lotus Temple, Delhi (2009)
પંથને કાયમ ચરણની ખોજ હોવી જોઈએ,
મંઝિલો પણ રાહબર હો, તો જ હોવી જોઈએ.
જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.
રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
સુંદર ગઝલનો આ શે’ર વધુ ગમ્યો!
જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ!
સુધીર પટેલ.
સુંદર ગઝલ
પ્રફુલ ઠાર
એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,….
સુંદર રચના !
સરસ ગઝલ…
દક્ષેશભાઈ ખરેખર સુંદર અર્થસભર ગઝલ. આમ તો બધાં શેર સરસ છે..આ વધારે ગમ્યાં
જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.
સપના
રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.
રોજિંદી હયાતીનો આ અભિગમ વધારે ગમ્યો.
સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
યાદ આવ્યો
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય ?
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
કમ સે કમ સપનામહીઁ તો મોજ હોવી જોઇએ ….વાહ કવિ !!
રોજ ઊગી આથમે એ સૂર્યને કહેજો જરા,
ચાંદની મારા ઘરે દરરોજ હોવી જોઈએ.
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
મઝાની ગઝલ બાપુ…. ગઝલમાં મોજ હોવી જોઇએ
દક્ષેશભાઇ. આખીયે ગઝલનો મિજાજ સુપેરે કાફિયા મુજબ સચવાયો છે અને સામાન્ય લાગતા શેરમાંય કાકુ સરસ રીતે દીપે છે. અભિનંદન.
– કીર્તિકાન્ત
દક્ષેશભાઈ, મઝાની ગઝલ. સુંદર વિચારો અને વળી અર્થસભર.
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ.
વાહ, ક્યા બાત હૈ !!!!
જિંદગી દોઝખ ભરેલી હોય તો ચાલી જશે,
કમ-સે-કમ સપનામહીં તો મોજ હોવી જોઈએ.
દ્ક્ષેશભાઈ, સુંદર ગઝલ..માણવી ગમે, ગુનગુનાવી ગમે તેવી ગઝલ…
કોઈ તો કારણ હશે એને વળાવી આ રીતે,
આ નદીઓ બાપને ઘર બોજ હોવી જોઈએ.
એક-બે સપનાં ઝઝૂમે કેટલું ‘ચાતક’ અહીં,
જીવવા માટે જરૂરી, ફોજ હોવી જોઈએ………આહ ..આ તો ખુબ જ સંવેદના જગાડી દેનાર લાગ્યા.
આંગણાની રજકણ ભેગી કરી….તારા પગલાની મહેક હોવી જોઇએ…