Happy Valentines Day !
ક્યાં સુધી એને છુપાવી રાખીએ ?
જે હૃદયમાં, આજ બોલી નાખીએ.
હાથમાં લઈ હાથ, આંખોમાં વફા
દ્વાર દિલનાં આજ, ખોલી નાખીએ.
પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ
લોક એને છો કહે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ.
રોજ મળીએ આપણે જૂદાં થઈ,
તાર મનનાં એમ જોડી નાખીએ.
પ્રેમમાં ‘ચાતક’ મળે ગહેરાઈ તો
લો, કિનારાનેય તોડી નાખીએ.
– દક્ષેશ કોન્ટ્રાકટર ‘ચાતક’
ખુબ ગમ્યું … પ્રેમ અને પ્રણય બંને અતિ સુંદર ભાવનાઓ પણ તેને સાચી રીતે સમજવી ઘટે !
પારૂ કૃષ્ણકાંત “પિયુની”
આનંદ આવ્યો! આમ તો “વેલેન્ટાઈન ડે” એ આપણી સંસ્કૃતિ નથી, પણ આપણા વેદોએ કહ્યું તેમ, “બધી જ દિશાઓમાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ”. તે રીતે જો આ એક દિવસે પણ, ભૌતિક જગતના ઝાકઝમાળ વચ્ચે સાચ્ચા પ્રેમનો એક તણખો પણ દેખાય તો ભયો ભયો!! ચાતક, કરો કિનારા તોડીને પ્રેમ!! વાહ!
શ્રી દક્ષેશભાઈ,
વેલેન્ટાઈન ડે ના પ્રેમ એક જ દિવસ વ્યક્ત કરવા માટે જ ફક્ત આ દિવસ નથી, પ્રેમ તો સતત વહેતું ઝરણું છે, અને તે બંધિયાર ના હોય નિર્મળ છે અને સદા છે. રચના પસંદ આવી.
અભિનંદન !
કિનારાને તોડીને પ્રેમ વહેવડાવાની વાત ખુબ ગમી!!! પ્રેમ કરવો તો થોડો કેમ ??
પ્રીતના ઉન્માદની મ્હેંકે ભર્યા
શ્વાસમાં શ્વાસો ઝબોળી નાખીએ
લોક એને છો કહે પાગલપણું,
એ ડ્હાપણ આજ ડ્હોળી નાખીએ
હેપી વેલેન્ટાઇન ડે.
વેલેન્ટાઈન ડૅ નિમિતે આપણે પણ આવી જ રીતે પ્રેમ વ્યક્ત કરી દેવો જોઇએ.